તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન હરાજીમાં હાઇકોર્ટનો સ્ટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉખરલાસેવા સહકારી મંડળી પાસેથી રૂ.25 લાખની લોન લેવામાં આવી હતી, અને 6.40 લાખ લોનની રકમ પરત ચૂકવવામાં આવી હતી. બાકીની રકમની પરત ચૂકવણીમાં વિક્ષેપ સર્જાતા ઉખરલા સેવા સહકારી મંડળી દ્વારા સ્પેશિયલ રીકવરી ઓફિસર સમક્ષ અરજી કરી હતી. અને તા.28/1/2016ના રોજ સર્વે નં.122ની 5 હેક્ટર જમીનની હરાજી કરવામાં આવી હતી, તથા હરાજીની પ્રક્રિયામાંથી જમીન રામદેસિંહ પ્રવિણસિંહ ઝાલાએ ખરીદી હતી.

સર્વે નં.122ની 5 હેક્ટર જમીનની સમગ્ર હરાજીની પ્રક્રિયા અંગે જમીનના મૂળ માલીક નવરસિંહ માનસિંહ અને જયસિંહ જાડેજા દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સિવિલ એપ્લિકેશન નં.2355/2016થી દાખલ કરવામાં આવી હતી. અને પ્રતિપક્ષકાર તરીકે સ્પેશિયલ રીકવરી ઓફિસર (કો.ઓપ.સોસાયટી), ઉખરલા સેવા સહકારી મંડળી, ભાવનગર જિલ્લા રજીસ્ટ્રાર, રામદેવસિંહ પ્રવિણસિંહ ઝાલાને જોડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...