તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વીર માંધાતા કોલી સમાજ સંગઠન દ્વારા યોજાશે સમૂહલગ્ન

વીર માંધાતા કોલી સમાજ સંગઠન દ્વારા યોજાશે સમૂહલગ્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમાંધાતા કોલી સમાજ સંગઠન દ્વારા તા. 28-2-16 ને રવિવારના રોજ શહેરના જવાહર મેદાન ખાતે ઐતિહાસિક સમુહલગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વેળા સમુહલગ્નમાં જોડાનાર 151 કન્યાઅોને કન્યાદાન સ્વરૂપે આકર્ષક કરીયાવર તેમજ તમામ નવદંપતિઓને રૂા એક લાખની વિમાપોલીસી પણ આપવામાં આવશે.

શહેરના જવાહર મેદાન ખાતે આયોજીત સમુહલગ્નોત્સવને અનુલક્ષીને આયોજકો દ્વારા 250 ફુટ જેટલો વિશાળ ડોમ તેમજ આશરે 1000 મંડપ ઉપરાંત 60,000 જેટલા જાનૈયાઓ,યુગલો તેમજ આમંત્રિત મહેમાનો માટે ખાસ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. વેળા ખાસ ભાવનગર શહેરની ત્રણેય બ્લડ બેન્કના સહયોગથી મહા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. સંગઠનના અધ્યક્ષ રાજુભાઇ કોલી દ્વારા વધુમાં જણાવાયુ છે કે, સમુહલગ્નોત્સવમાં સામેલ યુવતીઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પણ મામેરુ સહાય વ. આર્થિક સહાય મળશે. વિરાટ કાર્યક્રમમાં તમામ તંત્રનો પણ સહયોગ મળી રહેલ છે.

શહેરના જવાહરમેદાન ખાતે રવિવારે

ત્રણેય બ્લડ બેન્કના સહયોગથી રકતદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...