તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરાળાનાં મામલતદાર 4 હજારની લાંચ લેતા ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.ભાવનગર.25 ફેબ્રુઆરી

ભાવનગરજિલ્લાનાં ઉમરાળા ખાતેના મામલતદાર તથા તેનો ચાલક ગુરૂવારે બપોરે ભાવનગર એસીબીનાં છટકામાં રૂ.4000 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાય ગયા હતા.

ઉમરાળાનાં ફરિયાદી કૃષ્ણદેવસિંહ જયદેવસિંહ ગોહિલે ભાવનગર એસીબીમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે માટી ભરેલુ ટ્રેકટર પકડાતા જેના પર દંડ સહિતની કાર્યવાહી નહીં કરવા દેવા બાબતે ઉમરાળાના મામલતદાર ભરતભાઇ મોતીભાઇ ખરાડી કલાસ-2 ઓફીસરે રૂ.4000ની લાંચ માગી હતી.

ગુરૂવારે ભાવનગર એન્ટી કરપ્સન બ્યૂરોના પોલીસ ઇન્સપેકટર યુ.કે.મકવા તથા સ્ટાફ દ્વારા છટકું ગોઠવાયું હતુ.અને તે મુજબ મામલતદારને રૂ 4000ની લાંચ આપવાનું નકકી કરાયું હતુ.તે મુજબ ઉમરાળા મામલતદાર વતી તેમના ડ્રાયવર કીરીટસિંહ રણજીતસિંહ (રહે. ગરાજીયા શેરી, ઉમરાળા) મામલતદાર કચેરીમાં ઉમરાળા મામલતદાર ભરતભાઇ વતી કૃષ્ણદેવસિંહ પાસેથી રૂ.4000ની લાંચ સ્વીકારતા ભાવનગર એસીબીના હાથે રંગેહાથ ઝડપાય ગયા હતા.

માટી ભરેલા ટ્રેકટરનો દંડ લેવા લાંચ

માંગવામાં આવી હતી : ચાલક પણ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...