તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

B.Ed.નો કોર્સ ધો.12 પછી ત્રણ વર્ષનો કરવા વિચારણા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર .ભાવનગર 25 ફેબ્રુઆરી

બી.એડ.નાઅભ્યાસક્રમમાં છેલ્લા કેટલાક વર્ષથી સતત ઘટતી જતી સંખ્યા અને તેમાં પણ હવે તો કોર્સ બે વર્ષના સમયગાળાનો કરવામાં આવતા નિર્ણય સામે વ્યાપક વિરોધ થઇ રહ્યો છે તો બીજી તરફ બી.એડ.નો કોર્સ આઇ.આઇ.ટી.ઇ.ની જેમ ધો.12 બાદ સાયન્સ, આર્ટસ અને કોમર્સના વિષયો સાથે સ્પેશિયાલીસ્ટ પદ્ધતિએ કરવાની એક વિચારણા છે.

નેશનલ કાઉન્સિલ ફોર ટિચર એજ્યુકેશન (એનસીટીઇ)ની ટીમ તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવી ત્યારે એક બેઠકમાં વિચારણા દરમિયાન એક સૂચન આવ્યું હતુ. જેમ ધો.12 પછી અત્યારે આર્ટસ હોય તો ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી, સાયન્સ હોય તો બાયોલોજી, ફિઝીક્સ કે કેમેસ્ટ્રી રાખી ગ્રેજ્યુએટ થાય છે તેમાં કોલેજ કક્ષાએ ત્રણ વર્ષ ભણી સ્નાતકની ડીગ્રી મેળવે છે તેની સાથે બી.એડ.ના વિષયો પણ ભણી ત્રણ વર્ષમાં એટલે કે બી.એ.બી.એડ. કે બી.એસસી. બી.એડ. કે બી.કોમ. બી.એડ.ની ડિગ્રી મેળવી શકે તેવો પ્રસ્તાવ છે. પણ આમા તાલીમી ઉમેદવારોને ધો.12 પછી શિક્ષણનું ભણાવવા માટે નિષ્ણાત અધ્યાપકો અત્યારે બી.એડ.કોલેજ કક્ષાએ પણ નથી.

બે વર્ષનો કોર્સ કર્યા બાદ તાલીમાર્થીઓ ઘટ્યા

કોલેજમાં સ્નાતક થાય તેની સાથે શિક્ષણના વિષયો પણ ભણી બી.એડ.ની ડિગ્રી મળે તેવી રજૂઆત

અન્ય સમાચારો પણ છે...