તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલાકારો-પ્રજાને નજીક લાવવાનો પ્રયાસ એટલે રંગસ્વરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘રંગસ્વરા’કાર્યક્રમ ભાવનગરના લોકોને અને કલાકારોને એકબીજાથી વધુ નજીક લાવવા માટેનો ભાવનગર ડોકટર એસોસીએશન અને સૌરાષ્ટ્ર સમાચારનો પ્રયાસ છે તેમ ડોકટર એસો.ના પ્રમુખ ડો.ચિન્મય શાહે જણાવેલ છે. તેમણે જણાવ્યું છે કે, ‘‘કલા છે ભોજય મીઠી, ભોકતા વિણ કલા નહી.’’

રવિવારે ભાવનગરના લોકો સવારથી કલામય બની જશે. સવારે 7 કલાકે ભાવનગર કલા સંઘના સહકારથી ભાવનગરના 100થી વધુ ચિત્રકારો ‘સ્વસ્થ ભાવનગર’ થીમ સાથે જીવંત ભીત ચિત્રો દોરશે. કલાકારોને પ્રોત્સાહન આપવા અને તેમની કલાને નિહાળવા ખાસ અનુરોધ કરાયેલ છે.

ઉપરાંત ભાવનગર ડોકટર એસોસીએશન અને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા તા.28ને રવિવારે સાંજે 4.30 કલાકે ડાયમંડ ચોક - મહિલા કોલેજ સર્કલ ખાતે યોજાનારો રંગસ્વરા ગીત-સંગીત, રાસ-ગરબાના સાંસ્કૃતિક કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ભાવનગર યુનિ.નું ડ્રોક મ્યુઝીક ઓરકેસ્ટ્રા બની રહેશે. ઉપરાંત ડોકટર્સ ગ્રુપ દ્વારા જુના નવા ગીતો અને પેરોડી મ્યુઝીક દ્વારા કલા અને સંગીતના રસીયાઓના મન ડોલાવી દેશે. મહિલા કોલેજ,આયુર્વેદીક કોલેજ સહિતની સંસ્થાઓ કલારસ પીરસશે. ભાવનગરની કલાપ્રેમી જનતાને કાર્યક્રમ નિહાળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે.

વિનામૂલ્યે યોજાનારા જાહેર કાર્યક્રમમાં પરીવાર સાથે પધારી રવિવારની સાંજની રંગતને યાદગાર બનાવવા નગરજનોને અઆયોજકો દ્વારા અનુરોધ કરાયેલ છે.

રવિવારે વિનામૂલ્યે યોજાયેલા ગીત-સંગીત અને ગરબાનો જાહેર કાર્યક્રમ પરિવાર સાથે માણવા અનુરોધ

આમંત્રણ| ભાવનગર ડોકટર એસોસિએશન અને સૌરાષ્ટ્ર સમાચારના ઉપક્રમે મહિલા કોલેજ સર્કલમાં

અન્ય સમાચારો પણ છે...