ભાવનગર ટર્મિ.માં જળ સુવિધા આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ભાવનગર | 28 માર્ચ

ભાવનગરરેલવે સ્ટેશન ખાતે સુવિધાના અનેક અભાવ વચ્ચે થોડા સમય પહેલા શરૂ થયેલી વોટર વેન્ડીગ્ મશીનની સુવિધા પણ નામની હોવાનો મત વ્યક્ત થઇ રહ્યો છે અને સુવિધા વધારવા માંગ ઊઠી છે. રેલવે સુત્રો અનુસાર હાલમાં વોટર વેન્ડીગ મશીનની સુવિધા માત્ર એન્જિનના ભાગે અને જનરલ કોચની નજીકના ભાગે જોવા મળી રહી છે. એના કારણે ટ્રેનની મધ્ય અને પાછળના ભાગના ડબ્બામાં બેસતા મુસાફરોને સુવિધાનો લાભ મળી રહ્યો નથી. આથી સવિધાનો પ્લેટફોર્મ નં.1ના પાછળના ભાગે તેમ પ્લેટફોર્મ નં. 2 ખાતે પણ લાભ આપવા માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...