કુંભારવાડા ફાટકે લોકોને ખોટીપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર¿ભાવનગર | 28 માર્ચ

ભાવનગરમાંકુંભારવાડા રેલવે સ્ટેશને ટ્રેન પસાર થાય ત્યારે લગભગ 25થી 30 મીનીટ સુધી ફાટક બંધ રહેતું હોવાને કારણે ભારે ટ્રાફીક જામ થતો હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. રેલવેના નિયમ પ્રમાણે ટ્રેન પસાર થતાંની સાથે ફાટક ખૂલી જવું જોઇએ પરંતુ આમ નહીં થતું હોવાને પ્રશ્ન સર્જાય છે. કેટલીક વાર બે ટ્રેન એક સાથે આવવાની હોય ત્યારે લગભગ અડધી કલાક સુધી ફાટક બંધ રહે છે અને બન્ને તરફ એકાદ કિલોમીટર જેટલો ટ્રાફીક સર્જાય છે. આના કારણે લોકોમાં ઝઘડા પણ થાય છે. રેલવે પ્રશ્નનો સત્વરે અંત લાવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...