તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાભશંકર ઠાકરને શબ્દાંજલિ અર્પતો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરગદ્યસભાના રજતપર્વની ઉજવણીના ભાગરૂપે ગદ્યસભા, સાહિત્ય વર્તુૃળ અને એમ. કે. બી.ના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના સંયુકત ઉપક્રમે ગુજરાતી સાહિત્યના શિરમોર સર્જક લાભશંકર ઠાકરના શબ્દવૈભવને માણવાનો કાર્યક્રમ તા. 20-9 ને મંગળવારે લા.ઠા.સરખી વાત શિર્ષક તળે યોજાશે. કાર્યક્રમનું બીજરૂપ વકતવ્ય લાભશંકર ઠાકરની સર્જકતા વિષયક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સાહિત્યકાર ચન્દ્રકાંત ટોપીવાળા આપશે. જયારે કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા નિર્મિત અને પ્રબોધ પરીખ દિગ્દર્શિત લાભશંકર પરની માણસની વાત વિષયક પરીખ પ્રાસંગિક વકતવ્ય આપશે. પ્રથમ સત્રમાં આર્ટસ કોલેજના ગુજરાતી વિષયના વિદ્યાર્થી�ઓ માટે કાવ્યપઠન સ્પર્ધા યોજાશે. બીજા સત્રમાં લાભશંકર ઠાકરની સર્જકતાના મહત્વના પડાવો અનુક્રમે કવિતા,નવલકથા,ચરિત્ર અને નાટક વિષે રાજેશ પંડયા, માય ડિયર જયુ મીનલ દવે અને પરેશ નાયક વકતવ્ય આપશે.

અન્ય સમાચારો પણ છે...