કોર્પો.માં ભરતી-બઢતીથી વિવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 29 માર્ચ

ભાવનગરમહાનગરપાિલકા જાણે ધણીધોરી વગરનું થઈ ગયું હોય તેમ નિયમોની ઐસીતૈસી કરી મનમાનીભર્યા િનર્ણયો લઈ રહ્યા છે. એક વર્ષ પૂર્વે કોર્પોરેશનના કર્મચારી-અધિકારીઓની ભરતી અને બઢતીના નિયમોમાં ફેરફાર કરી હાલના સેટઅપમાં સુધારો કરી રિવાઈઝ સેટઅપ મંજુર કરવા સરકારમાં દરખાસ્ત કરી છે જે દરખાસ્ત સરકારે મંજુર કરી નથી ત્યાં નવા મંજુર નહીં થયેલા િનયમો પ્રમાણે 27 જગ્યાઓની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરતા ભારે વિવાદ સર્જાયો છે.

ઘરવેરો હોય કે ભરતી-બઢતીના નીતિ-િનયમો હોય. પરંતુ સરકારમાં મંજુરી લીધા વગર અમલીકરણ શરૂ કરતા િવવાદના ચક્કરમાં ફસાઈ જાય છે. ભૂતકાળમાં ઘરવેરાનો નિયમોમાં ફેરફાર કરી તેની મંજુરી સરકારમાંથી નહીં મેળવી હોવા છતાં તેનો અમલ શરૂ કરતા ખુદ ભાજપના આગેવાનો કોર્પોરેશનની સામે પડયા હતા ત્યાં કોર્પોરેશનમાં નવા િનયમો અને નવા સેટઅપ પ્રમાણે ભરતી અને પ્રમોશનની પ્રક્રિયા હાથ ધરતા િવવાદ શરૂ થયો છે.

મહાનગરપાિલકાની હદ 53 ચો.કિ.મી. હતી તેમાં નવા 5 ગામોનો સમાવેશ થતા હદ િવસ્તાર 108 ચો.કિ.મી. જેટલો થતા કામગીરીમાં વધારો થતા મ્યુ.ના મંજુર રહેલા વિભાગોની સંખ્યા-કર્મચારી-અિધકારીની સંખ્યા વિગેરેમાં સુધારો કરી િરવાઈઝ સેટઅપ સ્થાનિક લેવલે બોર્ડમાં ગત ફેબ્રુઆરી-2016માં મંજુર કરવામાં આવ્યું અને સરકારમાં મંજુરી અર્થે મોકલ્યું છે ત્યાં પણ રિવાઈઝ સેટઅપમાં ક્ષતિઓ જણાતા સુધારા માટે પરત મોકલવા અને અહીંથી પુન: સરકારમાં મોકલવાની પ્રક્રિયાઓ શરૂ છે.

હજુ રિવાઈઝ સેટઅપ મંજૂર થયુ નથી ત્યાં કોર્પોરેશન દ્વારા જાણે પોતે બનાવેલા િનયમો મંજુર થઈ જવાના હોય તે રીતે ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે અને ઘણા કર્મચારી અધિકારીઓને મંજુરીની અપેક્ષાએ કલાસ-2નો પગાર પણ આપી દીધો છે ત્યારે સરકારની મંજુરી વગર કોર્પોેરેશન દ્વારા હાથ ધરેલી કાર્યવાહીથી ભારે ચર્ચા જાગી છે.

િનયમ કાગળ પર| એક વર્ષથી સરકારમાં મંજુરીની રાહમાં રિવાઈઝ સેટઅપ : સરકારની મંજુરી વગર અમલવારીથી ભૂતકાળમાં પણ ખુદ ભાજપના આગેવાનોએ કોર્પોરેશન સામે શીંગડા ભેરવ્યા હતા : નવા નિયમોથી ભરતી કરાતા િવવાદ

ના મંજુર થશે તો ? ભરતી અદ્ધરતાલ

મહાનગરપાિલકાદ્વારા રિવાઈઝ સેટઅપ મંજુરી માટે સરકારમાં મોકલ્યું છે અને તેને આજ સુધી મંજુરી મળી નથી કે મંજુરીની અપેક્ષાએ અમલીકરણની પણ લીલી ઝંડી આપી નથી. ત્યાં કોર્પોરેશન દ્વારા તાજેતરમાં27 જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. પરંતુ જો અને તોની વચ્ચે રિવાઈઝ સેટઅપને સરકારમાંથી મંજુરી ના મળે અથવા તો િનયમોમાં ફેરફાર કરે તો હાલમાં કરી રહેલ ભરીતીનું શું ? અને મંજુરીની અપેક્ષાએ પ્રમોશન આપી કલાસ-2નો દરજ્જો આપી દીધો અથવા અન્યને પ્રમોશન આપી દીધા તેના પગાર વધારાની િરકવરી કરાશે ? તેવા પ્રશ્નો ઉદ્દભવ્યા છે.

નવુસેટઅપ આવકાર્ય, પરંતુ મંજુરી આવશ્યક

ભાવનગરકોર્પોરેશનનો વિસ્તાર વધ્યો જેથી કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે તેમજ વર્ષોથી કોર્પોરેશનના સેટઅપમાં ફેરફાર કરાયો નથી જેથી નવું સેટઅપ જરૂરી છે. જેનો કોઈ વાંધો હોઈ શકે પરંતુ ભવિષ્યમાં કોઈ વાદ-વિવાદ ઉભા થાય તે માટે સરકારમાંથી મંજુરી પણ અિતઆવશ્યક છે. સરકારમાંથી મંજુરી નહીં મેળવતા ભાજપના આગેવાનોએ કોર્પોરેશન સામે શિંગડા ભરવ્યા હતા. હાલમાં રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે વર્તમાન બોડીએ તાત્કાલિક સરકારમાંથી સટઅપ મંજુર કરાવવા માંગ ઉઠી છે.

મંજુરીની અપેક્ષાએ થાય છે અમલીકરણ

^રિવાઈઝસેટઅપ મંજુરી માટે સરકારમાં મોકલ્યું છે. નવા સેટઅપ અને નવા િનયમોને મંજુરીની પ્રક્રિયા લાંબી હોય છે જેથી હાલમાં રિવાઈઝ સેટઅપ અને તેના િનયમો મુજબ મંજુરીની અપેક્ષાએ ભરતી અને બઢતીની કાર્યવાહી કરીએ છીએ. વર્ગ-2,3 અને 4ના પગાર સહિતનું સ્વભંડોળમાંથી કરવામાં આવે છે. 8000થી વધુ બેઝિકની ભરતી અને બઢતી માટેની મંજુરી સરકારમાંથી લેવાની હોય છે. >હર્ષવર્ધનમોદી, નાયબકમિશનર (એડમીન મ્યુ.)

અન્ય સમાચારો પણ છે...