• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રિકવરી ઉપર મ્યુ. તંત્રની મદાર રોજ 20 મિલકતો જપ્ત કરાશે

રિકવરી ઉપર મ્યુ. તંત્રની મદાર રોજ 20 મિલકતો જપ્ત કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર¿ ભાવનગર | 29 માર્ચ

મ્યુ.કોર્પોરેશન દ્વારા બાકીદારો સામે કડક હાથે વસુલાત કરવા માટે તાકિદ કરવામાં અાવી છે, તાજેતરમાં રિકવરી ટીમ સામે કમિશનરે મિટીંગ કરીને મોપાટ લીધી હતી, અને દૈનિક 20-20 મિલકતો સીલ કરવાનો ટાર્ગેટ આપવામાં આવતા બાકીદારોએ હવે છુટકે કરવેરાની રકમ ભરપાઇ કરવી પડશે.

માર્ચ એન્ડિંગના લીધે આવક માટે સરકાર ડિપાર્ટમેન્ટસ દ્વારા કવાયતો હાથ ધર્યા બાદ મ્યુ. તંત્રએ પણ કડક હાથે ઉઘરાણી કરવા કમરકસી છે. બાકીદારોની નોટિસો કાઢયા બાદ હવે ફરજિયાત મિલકતોને સીલ કરવા માટે કમિશનર મનોજ કોઠારી દ્વારા સુચના આપવામાં આવી છે.

નોંધનિય છે, માર્ચ માસ પુરો થવામાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચાલુ વર્ષની આવક જેટલા પ્રમાણમાં થવી જોઇએ તેટલી પણ થઇ હતી, 1લી એપ્રિલથી નવા વર્ષની શરૂઆત થઇ જાશે, ત્યારે જુના વર્ષની અાવક ઉપર તંત્ર ઢીલી નિતી અપનાવશે તો અાવક ઉપર વિપરીત અસર પડશે.

કોર્પોરેશનમાં પણ માર્ચ અેન્ડિંગની અસર

ઘરવેરાની અરજીઓ પેન્ડિંગ

કોર્પોરેશનપૂર્વ, પશ્વિમ અને મધ્ય સહિત ત્રણેય ઝોન મળીને હાલમાં 400થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે જેમાં વાંઘા અરજીઓ, નવી આકારણી, સામાન્ય સુધારા વધારા સહિતની અરજીઓ નિકાલના અભાવે પેન્ડિંગ હાલમાં પડી છે.

1માસમાં 220 મિલ્કતો જપ્ત

છેલ્લાએક મહિનામાં મ્યુ. કોર્પોરેશન દ્વારા 220 જેટલી મિલકતોની જપ્તી કરવામાં આવી હતી, સૂત્રોએ જણાવ્યંુ હતંુ કે, મિલકતોની જપ્તીના લીધે 80 લાખ જેટલી વસુલાત થઇ હોવાનંુ અનુમાન છે.

બાકીદારો સામે કડક ઉઘરાણી કરવા કમિશનરની સૂચના

અન્ય સમાચારો પણ છે...