તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પ્રેમ પ્રકરણે ઝઘડો થતાં પ્રેમીએ પ્રેમિકાની છરીથી હત્યા કરેલ

પ્રેમ પ્રકરણે ઝઘડો થતાં પ્રેમીએ પ્રેમિકાની છરીથી હત્યા કરેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર| ભાવનગર | 15 સપ્ટેમ્બર

શહેરનાંબોરતળાવ બોટ હાઉસ પાસે ગઇકાલે થયેલ યુવતીની હત્યાના બનાવમાં પ્રેમ પ્રકરણ અને તે મામલે પ્રેમી-પ્રેમીકા વચ્ચે ઝઘડો થતાં યુવકે હત્યા કર્યાની પોલીસને આપી કબુલાત.પોલીસે યુવકની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.

ગત તા.14/9નાં રોજ વહેલી સવારે શહેરના બોરતળાવ બોટ હાઉસ પાસે દેવજીભાઇ પરમારની પુત્રી જયોતીબેન(ઉ.વ.19.રહે કુંભારવાડા, શાંતિનગર) વાળાની ગળુ કપાયેલી લાશ મળી આવી હતી.જે બાબતે ફરિયાદીના જણાવ્યા મુજબ સિલ્વર કલરનું મોટર સાયકલ જેના નંબર 9343 વાળો અજાણ્યો શખ્સ મોટર સાયકલ ઉપર તેની દીકરીને લઇ જઇ તેણીને તિક્ષ્ણ હથીયારના ઘા મારી નાસી ગયેલાની ફરિયાદ આધારે પોલીસે હત્યા સહીતની કલમો હેઠળ ડી.ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ.

ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લા પોલીસ અધીક્ષક દિપાંકર ત્રીવેદીએ જાતેથી ઘટના સ્થળની મળલાકાત લીધી હતી.ઉપરાંત ડીવાયએસપી આઇ.જી શેખ,એલસીબી પીઆઇ,એસ�ઓજી પીઆઇ ડી.ડીવીઝન પોલીસ ઇન્સપેકટર સહીતની ટીમે બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

મૃતક યુવતીના માતા પાસેથી મોબાઇલ ન઼બર મેળવી તેમજ બાઇકના ન઼બર આધારે આરોપીનું પગેરૂ મેળવ્યુ હતુ.અને એસ.�ઓ.જી પી.એસ.આઇ.એ જવેલર્સ સર્કલ સીસીટીવી કૂટેજ તપાસી તેના આધારે આરોપી યુસુફ હારૂનભાઇ શાહ (રહે.નવાપરા)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની આકરી પુછતાછ કરતા આરોપી ભાંગી પડયો હતો.અને પોલીસ સમક્ષ કબુલાત આપતા જણાવ્યુ હતુ કે યુવક અને મૃતક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો.અને યુવતી આરોપીને પોતાને તેના ઘરે લઇ જવા કહેતી હતી.જે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.અને ઉગ્ર બોલાચાલી બાદ યુવકે ઉશ્કેરાટમાં યુવતીના ગળા પર છરીના ઘા મારી ગળુ કાપી તેની હત્યા કરી નાખી હતી.પોલીસે તેની ધરપકડ કરી મૃતક યુવતી અનુ.જાતીની હોવાથી એટ્રોસીટી એકટનો ગુન્હો બનતો હોવાથી તપાસ ડીવાયએસપી શેખે હાથ ધરી છે. ભાવનગર પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

યુવતી યુવકના ઘરે આવવા માગતી હતી જે તેને મંજૂર હોય બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો

ઉકેલ| બોરતળાવ પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

અન્ય સમાચારો પણ છે...