તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ઇંગ્લેન્ડમાં રમાતી ક્રિકેટ લીગમાં છેલ્લા 13 વર્ષથી સતત નોંધપાત્ર

ભાવનગર |ઇંગ્લેન્ડમાં રમાતી ક્રિકેટ લીગમાં છેલ્લા 13 વર્ષથી સતત નોંધપાત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ઇંગ્લેન્ડમાં રમાતી ક્રિકેટ લીગમાં છેલ્લા 13 વર્ષથી સતત નોંધપાત્ર દેખાવ કરી રહેલા ભાવનગરના ઓલરાઉન્ડર રમ્ય જીતુભાઇ ઉપાધ્યાયને પાકિસ્તાન સામેની ક્રિકેટ શ્રેણી અગાઉ જડપી ઓફ સ્પીન બોલિંગ સામે બેટ્સમેનોની પ્રેક્ટિસ માટે ઇંગ્લેન્ડની ટીમની નેટ્સમાં બોલાવવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે રમ્ય ઉપાધ્યાયે એસેક્સ ક્રિકેટ લીગમાં ઓકફિલ્ડ પાર્કોનિયન્સ સી.સી. વતી રમતા 14 ઇનિંગ્સમાં 575 રન નોંધાવ્યા હતા. સન્ડે લિગમાં મિડલસેક્સ પ્રીમિયર લીગમાં ફ્રેન્ડઝ સીસી વતી રમતા રમ્યએ 19 ઇનિંગ્સમાં 9 વખત અણનમ રહી 100થી વધુની સરેરાશ સાથે 1007 રન નોંધાવ્યા હતા. આખી સીઝનમાં તેઓએ 42 મેચોમાં 1582 રન અને 25 વિકેટો ખેડવી હતી. ટી-20 ચેમ્પિયનશિપમાં મેન ઓફ સિરીઝનો એવોર્ડ મેળવ્યો હતો.

ઇંગ્લેન્ડની ક્રિકેટ લીગમાં 13મા વર્ષે રમ્યનો નોંધાપાત્ર દેખાવ

અન્ય સમાચારો પણ છે...