રોકડના અભાવે ઝંખવાઇ લગ્નોની ઝાકઝમાળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા રૂા.500 અને રૂા.1000ની નોટો રદ કર્યા બાદ હજી પણ રોકડની અછત પ્રવર્તી રહી હોય શિયાળુ લગ્નોત્સવના પ્રથમ તબક્કામાં થતા કારોબારમાં 40 ટકા જેવો ધરખમ ઘટાડો નોંધાયો છે. જેના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યાં લગ્ન તો કરવા પડે પરંતુ જે શાનદાર ભભકા થતા તેમાં ઓટ જોવા મળી રહી છે. હાલ નવેમ્બરમાં અંતિમ સપ્તાહમાં લગ્નગાળો જામી ગયો છે પરંતુ પૂરતી રોકડના અભાવે ભાવનગર શહેર સહિ‌ત સમગ્ર ગુજરાતભરમાં લગ્નસરામાં પરંપરાગત ધામધૂમની જગ્યાએ લગ્ન અવસરની કપડાં, જ્વેલરી, મંડપ, જમણ, કંકોતરી જેવા ખર્ચા�અોમાં કાપ મૂકાયો છે. દર વર્ષે શિયાળુ લગ્ન સિઝનમાં એક અંદાજ મુજબ ભાવનગરમાંથી ૪પ કરોડથી વધુનો બિઝનેસ થતો હોય છે પણ વખતે તે 40 ટકા જેટલો ઘટીને 27 કરોડ જેવો થવાનો અંદાજ છે.

દીકરીને લાડથી વળાવવા માટે મા-બાપ કાંઇપણ કસર છોડવા માગતા નથી એટલે લાડલી દીકરીની ડોલી હવે હંમેશ માટે પતિના ઘરે ઉતરવાની, કપડાં, જ્વેલરી, મંડપ, જમણ, બ્યૂટિપાર્લર જેવી અનેક તૈયારી�ઓ કરવામાં વડીલો વ્યસ્ત બન્યા છે. આવા રૂડા અવસરે આંગણે આવેલા મહેમાનોને સમય હંમેશા માટે યાદગાર બની જાય માટે કન્યા અને વરરાજાનો પરિવાર ક્યાંય ખામી રહે જાય તેનું ધ્યાન રાખતા �હોય છે પણ સિઝનમાં રોકડની અછત અને કાળા નાણા સામે વોચ જેવા ભયસ્થાનો હોવાથી લગ્ન સિઝનમાં વધારે પડતા ભભકા ગાયબ થઇ ગયા છે.

વર્ષે શિયાળુ લગ્ન સિઝનમાં મંડપ સર્વિ‌સ, કેટરિંગ, બ્યૂટિપાર્લર, જ્વેલર્સ તેમજ કંકોતરી, બેન્ડવાજા, ટ્રાવેલ્સ સહિ‌ત અન્ય વેપારમાં નોટ બંધીની સીધી અસર જોવા મળી રહી છે. ક્યાંક 40 ટકા તો ક્યાંક 60 ટકા જેવો બિઝનેસ ઘટ્યો છે.

ડેકોરેશનના ખર્ચમાં મોટો કાપ મૂકાયો

લગ્નોનીસિઝનમાં ફૂલબજારનો ધંધો ખીલી ઉઠતો હોય છે, પરંતુ વખતે મંદીનો માહોલ છે. લગ્નની સિઝનમાં ફૂલોની માગમાં 100%નો વધારો થઇ જાય છે. ત્યારે હાલ વેપારી�ઓ કાગડોળે ગ્રાહકોની વાટ જોઇ રહ્યા છે. ફૂલોનો ભવ્ય ગેટ અને તે સિવાયના ડેકોરેશન પર કાપ મૂકાયો છે. તે સિવાય લગ્નની ચોરીના રજવાડી શણગાર પણ �ઓછા થયા છે.

લગ્નસિઝનમાંક્યાં કેટલો ઘટાડો

ચીજવસ્તુસામાન્ય રીતે ખર્ચ વખતે ખર્ચ

ઘરેણા રૂા.28 કરોડ રૂા.16 કરોડ

કપડા રૂા. 10 કરોડ રૂા.6 કરોડ

ભોજન રૂા. 08 કરોડ રૂા. 5 કરોડ

પરચૂરણ ખર્ચ રૂા. 1 કરોડ રૂા.60 લાખ

ટ્રાવેલ્સ ખર્ચ રૂા.90 લાખ રૂા. 55 લાખ

રૂા.300ની થાળી રૂા.150ની કરાવવા લાગ્યા

નોટબંધીબાદ વખતે મોટાભાગના લગ્નોમાં થાળીના મેનૂમાં ઘટાડો કરી દેવાયો છે. મેનૂમાં પણ મોંઘા મિષ્ટાન �ઓછા કરીને બજેટ ઘટાડવા પડ્યા છે. જેણે રૂ. 300ની થાળી બુક કરાવી હોય તેણે હવે રૂ. 150નું બજેટ બનાવી લીધું છે. સંબંધમાં પેમેન્ટ પણ બાકી રાખવું પડે છે. નાણાંની અછત વચ્ચે કાચો માલ ખરીદવા તકલીફ થઇ રહી છે. શિયાળુ લગ્નસિઝનમાં કેટરીંગના ધંધા પર 40થી 50% સુધી માર પડ્યો છે તેમ કેટરિંગના વ્યવસાયી દિલીપભાઇએ જણાવ્યું હતુ.

શણગારનાબિઝનેસમાં ખાસ્સો ફટકો

લગ્નમાંનવવધૂને સૌથી સુંદર દેખાવું હોય છે અને લગ્ન માટે ખાસ પેકેજ હોય છે. જેમાં શણગાર, મહેંદી સહિ‌તનું હોય છે. જેમાં 2 હજાર થી 10 હજાર સુધીના ભાવો હોય છે. ભાવનગરમાં પાર્લરવાળા અંદાજે 25 લાખનો ધંધો કરે છે. લગ્નમાં વખતે વધુ અને વરને તો શણગાર કરાવાય છે પણ સાથે મેકઅપમાં અન્ય યુવક યુવતી�ઓમાં હજારો રૂપિયા ખર્ચાતા તેમાં કાપ મુકાઇ ગયો છે.

લગ્ન અવસરમાં કપડાં, જ્વેલરી, મંડપ, જમણ, કંકોતરી જેવા ખર્ચાઓમાં કાપ મૂકાયો : મેકઅપના ખર્ચ પણ ઘટ્યા

નોટબંધી | શિયાળાની લગ્ન સિઝનમાં રોકડની અછતનો પ્રશ્ન નડતા બિઝનેસ 40 % ઘટીને 27 કરોડ થવાનો અંદાજ

અન્ય સમાચારો પણ છે...