તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભારતીય ગગનમાં ફરી એક વાર દેખાવા લાગ્યો આઇસોન ધૂમકેતુ

ભારતીય ગગનમાં ફરી એક વાર દેખાવા લાગ્યો આઇસોન ધૂમકેતુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇસોનધૂમકેતુ ફરી એક વખત ભારતીય આકાશમાં દેખાવા લાગ્યો છે. વહેલી સવારે 4.30થી 6.30ના સમયગાળા દરમિયાન પૂર્વ દિશામાં જોવા મળતી કન્યા રાશિના ચિત્રા નક્ષત્ર (સ્પાઇકા) પાસે જોવા મળી રહ્યો છે. તે તેની નાનકડી પૂંછડીથી �ઓળખી શકાશે. તે નાના રૂના પુમડા જેવો હોવાથી ટેલિસ્કોપ વડે સારી રીતે નિહાળી શકાશે. તેની બાજુમાં ગુરૂનો ગ્રહ જોવા મળશે.

ઇ.સ.2012માં આપણી સૂર્યમાળાની બહાર રહેલા �ઓર્ત વાદળમાંથી ફરતા ફરતા સૂર્યની પ્રદક્ષિણા કરવા આઇસોન ધૂમકેતુ જેનું વૈજ્ઞાનિક નામ સી 2012 એસ 1 છે. તે દાખલ થયો હતો અને ધૂમકેતુની શોધ થયા બાદ ઇન્ટર નેશનલ સાયન્ટીફિક �ઓપ્ટિકલ નેટવર્ક દ્વારા તેનું નામકરણ આઇસોન કરાયું હતુ. ડીસેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં પણ વહેલી સવારે પૂર્વ દિશામાં કન્યા રાશિમાં ધૂમકેતુ નિહાળી શકાશે. ધૂમકેતુઓ સૂર્યના ગુરૂત્વાકર્ષણને લીધે તેની પરિક્રમા કરવા આવે છે અને

પરવલયાકાર કે અતિવલયાકાર માર્ગ બનાવી ફરી સૂર્યમાળાને છોડી દે છે. બરફ વિગેરે પદાર્થોના તે બનેલા હોય છે. સૂર્યની નજીકથી પસાર થાય ત્યારે તે વાયુની પુંછડી બનાવે છે જેથી તેને �ઓળખી શકાય છે. સમયાંતરે કેટલાય ધૂમકેતુ�ઓ આવતા રહે છે તો જ્યારે આઇસોન ધૂમકેતુ તા.28 નવેમ્બરને સોમવારે પૃથ્વી અને સૂર્યની વધુ નજીકથી પસાર થવાનો છે ત્યારે ખગોળીય ઘટનાનો રોમાંચ માણવાની તક ગુમાવવા જેવી નથી.

સોમવારે તખ્તેશ્વર ખાતેથી ધૂમકેતુ દર્શાવાશે

ભાવનગરખાતેની કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર સંસ્થા દ્વારા તા.28 નવેમ્બરને સોમવારે વહેલી સવારે તખ્તેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ટેલિસ્કોપના માધ્યમથી આઇસોન ધૂમકેતુને નિહાળવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

28 નવેમ્બરે પૃથ્વીથી નજીકના અંતરે આવશે આઇસોન વહેલી સવારે પૂર્વ દિશામાં ધૂમકેતુનું દર્શન કરી શકાશે

ખગોળીય | ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી નિહાળી શકાશે

અન્ય સમાચારો પણ છે...