તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદો : શેત્રુંજી ડેમની સપાટી 19 ફૂટને આંબી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર ¿ ભાવનગર | 18 સપ્ટેમ્બર

બેદિવસથી વરસી રહેલા વરસાદથી જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક આવવાનો આરંભ થયો છે. તેમાં સારા સમાચાર છે કે શેત્રુંજી ડેમમાં વરસાદી નીરની આવક શરૂ થતા લાંબા સમયે સૌરાષ્ટ્રના સૌથી વિશાળ જળાશયની સપાટી ધીમી ગતિએ વધી રહી છે. શેત્રુંજી ડેમની સપાટી લાંબા સમયથી સ્થિર હતી તે વધીને આજે 18.69 ફૂટે આંબી છે અને રવિવારે રાત્રે પાણીની આવક 17 હજાર ક્યુસેકની હતી. ભાદરવામાં ત્રણેક દિવસથી

...અનુસંધાનપાના નં.10

વ્યાપકવરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે ધોધમાર વરસાદ વરસતા અને શેત્રુંજી ડેમના ઉપરવાસમાં પણ નોંધપાત્ર વરસાદ વરસતા પાણીની આવક શરૂ થઇ હતી અને રાત્રે પણ 18 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ હતી. ડેમની સપાટી લાંબા ગાળે વધી છે અને 17 ફૂટમાંથી વધીને 19 ફટને આંબવા આવી છે. વહેલી સવારે સપાટી 19.5 ફૂટ થશે તેવી માહિતી મળી હતી.

શેત્રુંજી ડેમ ઉપરાંત હણોલ ડેમમાં 294 ક્યુસેકની આવક શરૂ રાત્રિના સમયે શરૂ હતી. લાખણકાના જળાશયમાં 480 ક્યુસેક પાણીની આવક હતી અને રંઘોળા ડેમમાં 405 ક્યુસેક પાણીની આવક રવિવારે રાત્રે હતી.

મહુવાના માલણ ડેમની સપાટી 90 ટકાને આંબી ગઇ છે. માલણ ડેમની સપાટી 32.67 ફૂટે પહોંચી ગઇ છે. જે ડેમની કુલ સપાટીના 90 ટકાએ આંબી ગયો છે. વરસાદી નીરની આવક શરૂ હતી અને આવતી કાલ સોમવારે ડેમ છલકાઇ જાય તેવી સંભાવના છે.

શેત્રુંજી ડેમની ઉપરવાસના અને �ઓવરફ્લો બાદ શેત્રુંજીમાં જેના નીર આવે છે તે ધારીના ખોડીયાર ડેમમાં પણ 2850 ક્યુસેક પાણીની આવક શરૂ હતી અને સપાટી 54 ફૂટે આંબી હતી.

માલણ ડેમ 90 ટકા ભરાઇ ગયો

અન્ય સમાચારો પણ છે...