તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • કોલેજના વિદ્યાર્થીઓને 4 વર્ષ બાદ ફરી હિમાલયમાં મોકલાશે

કોલેજના વિદ્યાર્થીઓને 4 વર્ષ બાદ ફરી હિમાલયમાં મોકલાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલેજમાંભણતા વિદ્યાર્થીઓ હિમાલયનું પરિભ્રમણ કરી શકે તેવા હેતુથી અગાઉ દર વર્ષે તેમને હાઇ અલ્ટીટયૂડ ટ્રેકિંગ માટે મોકલવામાં આવતા હતા, પરંતુ છેલ્લા 4 વર્ષથી તે પ્રોગ્રામ બંધ થઇ ગયા બાદ ફરી વર્ષથી તે પરિભ્રમણ શરૂ કરવાનો નિર્ણય બોર્ડ ઓફ સ્પોર્ટસમાં કરવામાં આવ્યો છે.

ભાવનગર યુનિવર્સિટીની મળેલી સ્પોર્ટસ એન્ડ કલ્ચર એકટીવીટીની બેઠકમાં હાઇ અલ્ટીટયૂડ ટ્રેકિંગ ઉપરાંત યુનિવર્સિટી મેદાનમાં નવા ફેરફારો વચ્ચે દિવાલ, આંતર કોલેજ ટુર્નામેન્ટને ક્રિકેટ ગુરૂ જેન્તીભાઇ ધરાજીયા ટુર્નામેન્ટ, યુવક મહોત્સવ, ઇન્ટર યુનિ.માં પ્રથમ વખત ટેનિસ, સ્કવોશની ટીમ મોકલવા સહિતના મુદ્દે વિચારણા થઇ હતી. કુલપતિ શૈલેષભાઇ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મીટીંગમાં સભ્યો દ્વારા આગામી વર્ષની ભાવિ યોજનાઓનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ખર્ચનો સાચો ઉપયોગ થવો જોઇએ

^કોલેજનાવિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસ બોર્ડમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેનો ખરો ઉપયોગ થાય તેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્પોર્ટસ સાથે એડવેન્ચરને પણ બેલેન્સ કરવા પ્રયત્ન કર્યો છે. >વાસુદેવસિંહસરવૈયા, સભ્ય,બોર્ડ ઓફ સ્પોર્ટસ

ક્રિકેટ મેદાનમાં ફેરફારો કરાશે

^યુનિવર્સિટીક્રિકેટ મેદાન માટે રૂ.15 લાખની ફાળવણી કરવામાં આવી છે.

^ક્રિકેટ મેદાનમાં વચ્ચે દિવાલ બનાવી ફુટબોલ મેદાનને જુદુ પાડવામાં આવશે.

^એથ્લેટિકસ મેદાન પણ અલગ રીતે વિકસાવવામાં આવશે.

^માઉન્ટ આબુ અને જુનાગઢ ખાતેની પર્વતારોહણ સંસ્થામાં બેઝિક ઉપરાંત

^એડવાન્સ કોર્ષમાં પણ 100 વિદ્યાર્થીઓ મોકલાશે.

ટ્રેકિંગ માટે દરેક કોલેજમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરાશે

યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્પોર્ટસમાં નિર્ણય

અન્ય સમાચારો પણ છે...