• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ખેલ મહાકુંભમાં કરોડોનો ખર્ચ , વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ

ખેલ મહાકુંભમાં કરોડોનો ખર્ચ , વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર¿ભાવનગર | 15 સપ્ટેમ્બર

ગુજરાતરાજ્ય સરકાર દ્વારા એક તરફ ખેલ મહાકુંભના આયોજન માટે કુલ મળી રૂા.100 કરોડનો ખર્ચ કરવામાં આવશે તો બીજી બાજુ વરવી વાસ્તવિકતા છે કે ગુજરાત રાજ્યમાં ધો.9થી ધો.12ની ગ્રાન્ટેડ શાળા�ઓમાં છેલ્લા 10 વર્ષથી બીપીએડ એટલે કે શારીરિક શિક્ષણના નિષ્ણાત શિક્ષકોની ભરતી થઇ નથી ઉલટાનું જે વ્યાયામ શિક્ષક નિવૃત્ત થાય છે તેની જગ્યા�ઓ પણ ખાલી છે. પછી તો આવી શાળા�ઓમાં ભાષાના શિક્ષકો સ્પોર્ટસ શિખવતા હોય છે.! ગુજરાતમાં જ્યારે બાળકોને પાયાથી સ્પોર્ટસનું શિક્ષણ અને તાલીમ નથી મળતા ત્યારે અામા ક્યાંથી �ઓલિમ્પિકમાં મેડલ મળે ω!! ગુજરાતમાં ખેલ મહાકુંભનું આયોજન વર્ષે પણ થયું છે ત્યારે વાસ્તવિકતા જુદી બહાર આવી છે. ગુજરાતમાં આજે પણ ધો.6થી ધો.8 એટલે કે ઉચ્ચત્તર પ્રાથમિક શાળા�ઓમાં તો શારીરિક શિક્ષણનો વિષય નથી.એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર ગુજરાત અને ભારતને �ઓલિમ્પિક જેવા વિશ્વ કક્ષાના ખેલમહોત્સવમાં મેડલની આશા રાખે છે. તો મુંગેરીલાલ કે હસીન સપને જેવી સ્થિતિ છે.

નોન ગ્રાન્ટેડ શાળામાં પરિસ્થિતિ વધુ ખરાબ

^ભાવનગરશહેર હોય કે જિલ્લો ગ્રાન્ટેડ શાળા�ઓમાં તો સ્પોર્ટસને લગતી પરિસ્થિતિ કાંઇક સારી છે કારણ કે મોટા ભાગની ગ્રાન્ટેડ શાળા�ઓ પાસે પોતાના મેદાન છે. પણ સ્વનિર્ભર શાળા�ઓમાં સ્થિતિ ખરાબ છે. કેટલીક શાળા�ઓ તો દુકાન જેટલી જગ્યામાં ચાલતી હોય છે. ત્યાં ક્યાંથી ખેલાડી તૈયાર થાય. >જિતેન્દ્રસિંહવાળા, પ્રમુખ,િજલ્લા માધ્યમિક આચાર્ય સંઘ

ભાવનગરમાં 1100થી વધુ BPED ડિગ્રીધારકો બેરોજગાર

^ધો.9થીધો.12માં વ્યાયામ શિક્ષકોની ભરતી છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી બંધ થઇ ગઇ હોય એકલા ભાવનગર જિલ્લામાં 1100 જેટલા બીપીએડ ડીગ્રીધારકો જેણે ટાટ પાસ કરી છે તે બેરોજગાર છે અને ભરતીની રાહમાં છે. >કરણસિંહગોહિલ, બીપીએડડિગ્રી ધારક

એક પછી એક બીપીએડ કોલેજો બંધ થતી જાય છે

ગુજરાતરાજ્યમાં વર્ષોથી બીપીએડ ડીગ્રીધારકોની ભરતી થઇ હોય એક પછી એક બીપીએડ કોલેજો બંધ થતી જાય છે જેમાં છેલ્લું ઉદાહરણ અમવાડા ખાતેની ભક્તિજીવન બીપીએડ કોલેજ છે તે બંધ થઇ ગઇ છે.

ભાવનગરમાં પણ દયનીય પરિસ્થિતિ

ભાવનગરશહેરમાં જે 27 મુખ્ય ગ્રાન્ટેડ શાળાઓ છે તેમાં 17 શાળા�ઓમાં વ્યાયામ શિક્ષકો છે બાકીની 10 શાળા�ઓમાં વ્યાયામ શિક્ષકો નથી. જે નિવૃત્ત થયા બાદમાં તેની જગ્યા પૂરાઇ નથી એટલે સ્થિતિ સર્જાય છે.

જે વયે કૌશલ્ય વર્ધન થાય તે ધોરણોમાં વ્યાયામનો વિષય નથી

વિદ્યાર્થીકાળમાં 10 વર્ષ પૂર્ણ કર્યા બાદ 11 વર્ષથી લઇ 14 વર્ષની વય એવી છે જેમાં કિશોરવયે તે પોતાને મનપસંદ રમત ગમતમાં આગળ વધી કૌશલ્ય કેળવી શકે છે પણ ગુજરાત સરકારે તો વયે ધો.6થી ધો.8માં વિદ્યાર્થી ભણતો હોય તે વર્ષમાં શારીરિક શિક્ષણનો વિષય નથી. મોટી કરૂણતા છે.

ભાવનગરમાં તો રમતની

સ્પર્ધાઓ માટે મેદાન પણ નથી

ભાવનગરમાંસીદસર ખાતે હજી સ્પોર્ટસની વિવિધ પ્રકારની સ્પર્ધા�ઓ માટે સિન્થેટિક ટ્રેક બને છે તે પૂર્ણ પણ થયો નથી આથી ભાવનગર શહેરમાં યુનિ.ના મેદાન પર આધાર રાખવો પડે છે.

ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા વર્ષોથી ધો.6થી ધો.8માં તો વ્યાયામનો વિષય નથી છતાં સ્પર્ધા યોજાય છે !!

મુંગેરી લાલ કે હસીન સપને | બાળકોને પાયાથી સ્પોર્ટસનું શિક્ષણ નથી મળતું તો ઓલિમ્પિકમાં મેડલ ક્યાંથી મળે ?

અન્ય સમાચારો પણ છે...