તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢસા જંકશનમાં સરપંચના ભાઇના ઘરે તસ્કરો ત્રાટક્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર, રસનાળ| 15 સપ્ટેમ્બર

ભાવનગર- રાજકોટ રોડ પર આવેલા ઢસા જંકશનના સરપંચના મોટાભાઇના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી સોના - ચાંદીના દાગીના, અને ટીવી સહિતની મત્તાની તસ્કરી કરી અજાણ્યા શખ્સો લઇ ગયાની આજ રોજ ઢસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

ઢસા જંકશનમાં ભાવનગર સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ રાઘવભાઇ કટારીયા કામ સબબ પરીવાર સાથે પોતાનું મકાન બંધ કરી બહારગામ ગયા હતા અને ગઇકાલે પરત ફર્યા તે વખતે મકાનના તાળા તુટેલા જોતા અને ઘરમાં તપાસ કરતા ચીજવસ્તુઓ વેરવિખેર પડી હતી. જેથી ચોરી થવાની શંકા સાથે પોલીસને જાણ કરી હતી. ઢસા પોલીસે ંગે ઘનશ્યામભાઇની ફરિયાદ પરથી તપાસ હાથ ધરતા ઘરમાંથી સોના - ચાંદીના દાગીના અને એક એલસીડી ટીવી સહિત કુલ રૂા.27 હજારની મત્તાની તસ્કરી કરી અજાણ્યા શખ્સો લઇ ગયાની ફરિયાદ નોંધાવેલ છે. અત્રે નોંધનીય છે કે, ફરિયાદી ઢસા (જં.)ના સરપંચ ભરતભાઇ કટારીયાના મોટાભાઇ થાય છે અને સરપંચ પણ તે વિસ્તારમાં રહે છે. અંગે સરપંચે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને બપોરના સમયે વિસ્તાર ઉપરાંત આખા ગામમાં નાની - મોટી ચીજવસ્તુઓની ચોરીની અસંખ્ય ઘટનાઓ બનવા પામી છે.

શીવનગર સોસાયટીની ઘટનાં

અન્ય સમાચારો પણ છે...