તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં 1044 બેઠકો ખાલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કોલેજોની 2465 ખાલી બેઠકો માટે 1421 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 15 સપ્ટેમ્બર

ધોરણ10 પછીના ડિપ્લોમા ઈજનેરીની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની ખાલી રહેલી 2465 બેઠકો માટે બુધવારે 1421 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું છે. બીજી તરફ કુલ મળી 1044 બેઠક ખાલી રહી છે.

પ્રથમ બે રાઉન્ડના અંતે ટીડબલ્યુએફ સાથે 24,435 બેઠકો ખાલી હતી જેમાં સરકારી કોલેજોની 2465 બેઠકો માટે કુલ 19395 વિદ્યાર્થીઓ પૈકી જે કોઇની ઇચ્છા હોય તેઓને ખાલી બેઠકો પર પ્રવેશ લેવાની સૂચના અપાયા બાદ 1742 વિદ્યાર્થીઓએ ચોઇસ આપી હતી. ચોઇસના આધારે 1421 વિદ્યાર્થીઅોને બેઠકો ફાળવવામાં આવી હતી તેમજ કોલેજ પણ ફાળવી દેવામાં આવી હતી. જેથી 1044 બેઠકો ખાલી પડી હતી. હવે બેઠકો ખાલી રહેશે. ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં ખાલી બેઠકોમાં ઈસીની 679, આઈસીની 167, મેટલર્જીની 95 બેઠક ખાલી રહી છે.

ઈસી ફેકલ્ટીની સૌથી વધુ 679 બેઠકો ખાલી

અન્ય સમાચારો પણ છે...