તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • આજથી શ્રાદ્ધ પર્વની શરૂઆત સાથે શુભ કાર્યો પર લાગશે બ્રેક

આજથી શ્રાદ્ધ પર્વની શરૂઆત સાથે શુભ કાર્યો પર લાગશે બ્રેક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેર સહિ‌ત સમગ્ર ગોહિ‌લવાડ પંથકમાં ભાદરવા મહિ‌નાની પૂનમથી અમાસ સુધીમાં શ્રાદ્ધપક્ષ, પિતૃપક્ષ કે મહાલય શ્રાદ્ધની પરંપરાગત રીતે શરૂઆત થઈ રહી છે. વર્ષે 16 સપ્ટેમ્બરને શુક્રવારથી શરૂ થઈ રહેલા શ્રાદ્ધપક્ષમાં છઠનો નો ક્ષય હોવાથી એક શ્રાદ્ધ ઓછું છે. દિવસોમાં પિતૃઓને પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવાનું અનેરું મહત્ત્વ છે. શાસ્ત્રો અનુસાર પોતાના પિતૃઅોનો જે તિથિએ સ્વર્ગવાસ થયો હોય તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શુક્રવારે છાયા ચંદ્રગ્રહણ છે. જેમાં ચંદ્ર ઉપર પૃથ્વીનો માત્ર છાયો પડતો હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાની જરૂર નથી તેવો સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રોમાં કર્યો છે તેમ શ્રીધર પંચાંગવાળા ગીરીશભાઇ જોષીએ જણાવી ગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી તેમ જણાવ્યું હતું.

ભારતીય વૈદિક સંસ્કૃતિમાં મૃત્યુ પછી પણ આત્માના અસ્તિત્વને સ્વિકારાયું છે. માટે કારતક અને ભાદરવા મહિ‌નામાં શ્રાદ્ધપક્ષનું મહત્ત્વ દર્શાવાયું છે. ગોહિલવાડ પંથકમાં પૂનમથી શ્રાદ્ધ ગણાય છે તો ગુજરાતના કેટલાક ભાગમાં પડવા એટલે કે વદ એકમથી શ્રાદ્ધ ગણવાની પરંપરા છે.

શ્રાદ્ધના વિવિધ દિવસોનું પણ મહત્ત્વ છે, જેમ કે નોમનું શ્રાદ્ધ સૌભાગ્યવતી સ્ત્રીનું મૃત્યુ અથવા માતાનું મૃત્યું થયું હોય અને તેના પરિવારને ખબર હોય માટે કરાય છે. બારસનું શ્રાદ્ધ સંન્યાસીઓ અને યોગીઓનું હોય છે ,જેમાં કોઈએ ગુરુ કર્યા હોય તેઓ દિવસે શ્રાદ્ધ કરે છે. તેરસના દિવસે નાનાં બાળકોનું મૃત્યુ થયું હોય તો કરાય છે. ચૌદસનું શ્રાદ્ધ અસ્ત્ર, શસ્ત્ર કે અકસ્માતે મૃત્યુ પામ્યા હોય તેમનું હોય છે અને અંતે અમાવાસ્યાને દિવસે પરિવારના કોઈપણ વડીલનું મૃત્યુ થયું હોય અને તેમની તિથિ યાદ હોય તેમના માટે કરવામાં આવે છે.

શ્રદ્ધાપૂર્વક પૂર્વજોનું સ્મરણ એટલે શ્રાદ્ધ

પકાવેલાશુઘ્ધ પકવાન, દૂધ, દહીં, ઘી, આદિ ખાદ્ય સામગ્રીનું શ્રઘ્ધાપૂર્વક પૂર્વજોનું સ્મરણ કરીને આપવામાં આવતું દાન એટલે શ્રાઘ્ધ. ગાય, કુતરા, કાગડા, દેવ (અગ્નિ), અને કીડીઓને શ્રાઘ્ધમાં અન્ન ખવરાવવાનો પણ પુરાણોમાં ઉલ્લેખ છે. શ્રાઘ્ધમાં મઘ્યાન્હ્ કાળનો મહિ‌મા છે. મઘ્યાન્હ્ સમયે જે તિથી હોય તેનું શ્રાઘ્ધ તે દિવસે કરવું એવી સ્પષ્ટ શાસ્ત્રાજ્ઞા છે.

વર્ષે શ્રાદ્ધમાં 16ને બદલે 15 દિવસ રહેશે છઠ્ઠનો ક્ષય : આજે પહેલા શ્રાદ્ધે ચંદ્રગ્રહણ પણ છે

પરંપરા | આજનું છાયા ચંદ્રગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી

અન્ય સમાચારો પણ છે...