• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રાષ્ટ્રપતિના હસ્તે ડો. મહેશ દાફડાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો

રાષ્ટ્રપતિના હસ્તે ડો. મહેશ દાફડાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરની 110 વર્ષ જુની સનાતન ધર્મ વિવિધલક્ષી હાઇસ્કુલના કાર્યકારી આચાર્ય ડો. મહેશ દાફડાને દિલ્હી ખાતે રાષ્ટ્પતિના હસ્તે નેશનલ કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો હતો.

તાજેતરમાં શિક્ષક દિન નિમીત્તે દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે શહેરની સનાતન ધર્મ હાઇસ્કુલના કાર્યકારી આચાર્ય ડો. દાફડાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજયના હાઇસ્કૃલ વિભાગમાંથી માત્ર ચાર કર્મયોગી�ઓની પસંદગી થયેલ છે. જેમાં ડો. દાફડાની પસંદગી થતા ભાવેણામાં અને શિક્ષણજગતમાં હર્ષ વ્યાપી જવા પામેલ.

અગાઉ ડો. દાફડાને રાજયપાલ �ઓ.પી. કોહલીના હસ્તે રાજયકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે પ.પૂ. રમેશભાઇ �ઓઝાના હસ્તે શ્રેષ્ઠ ગુરૂ એવોર્ડ એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા..

નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં

અન્ય સમાચારો પણ છે...