ઢોર પકડવામાં માલધારીઓ આડખીલીરૂપ નહીં બને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર| ભાવનગર | 15 સપ્ટેમ્બર

શહેરમાંરેઢીયાળ ઢોરને કારણે પ્રજાજનો ત્રાસી ગયા છે અને તંત્રની બેદરકારીને કારણે હાડમારી ભોગવતા નગરજનોની ગંભીરતા લઇ અદાલતે પણ તંત્રને આડે હાથ લીધા છે અને સૌરાષ્ટ્ર સમાચાર દ્વાર ટોક શો યોજાયા બાદ મ્યુ.કમિશનરે આજે માલધારી સમાજના આગેવાનોની બેઠક યોજી ઢોર પકડવાની કામગીરી અને પોતાના પશુઓને જાહેરમાં નહી છોડવા બાબતે ચર્ચા - વિચારણા કરી હતી.

મહાનગરપાલકા અને પાંજરાપોળ વચચેના સંકલનના અભાવે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વકરી છે અને હાલમાં હજ્જારો રેઢીયાળ ઢોર રસ્તા પર અડીંગો જમાવી બેઠા છે જેને કારણે અનેક વાહન અકસ્માતો સર્જાયા છે અને ઢોરે ઢીક મારતા મોતના મુખમા પણ ધણા ધકેલાયા છે. ઢોર મુક્ત શહેર માટે સૌરાષ્ટ્ર સમાચારે પણ લોકજાગૃત્તિ અને તંત્રના અવાર નવાર કાન આમળ્યા છે. અંતે તંત્રએ ગંભીરતા સમજી છેલ્લા બે દિવસથી ભારે દોડધામ શરૂ કરી છે.

ગઇકાલે મેયર, ચેરમેન સહિતનાએ પાંજરાપોળના ટ્રસ્ટીઓને બોલાવી બેઠક યોજી હતી. જયારે આજે કમિશનરે માલધારી સમાજના આગેવાનો અને જીવદયાપ્રેમીઓની બેઠક યોજી હતી. જેમાં ઢોર પકડવાની કડક કાર્યવાહીમાં માધારી સમાજનો સહકાર અને માલધારીઓએ પોતાના માલઢોર બાંધી રાખવા અપીલ કરવામા આવી હતી.

જયારે માલધારીઓએ પહેલા ખુંટીયાને પકડવાનું શરૂ કરવા જણાવ્યું હતું. જો કે ખુંટીયા સાથે ગાય પકડાય તો તંત્ર દ્વારા મુક્ત પણ નહી કરાય તેવી ચીમકી ઉચ્ચારી હતી તેમજ માલધારી સમાજે અને જીવદયા પ્રેમીઓએ ગૌશાળા માટે જમીન ફાળવવા પણ માગણી કરી હતી.

નિભાવ ખર્ચ 1500ને બદલે 3000 કરાયો

ઢોરનેરાખવા માટે નિભાવ ખર્ચના મામલે મહાનગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે છેલ્લા ધણા સમયથી વિવાદ શરૂ છે ત્યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિમાં એક પશુ દીઠ પાંજરાપોળને જે રૂા.1500 આપવામા આવતા તેને બદલે રૂા.3000 વનટાઇમ આપવા અધ્યક્ષસ્થાનેથી ઠરાવ કરાયો હતો તેમજ ભાવનગર ખાતેના પાંજરાપોળમાં 500 ઢોરને મુકવાનો નિર્ણય કરાયો હતો.

સૌરાષ્ટ્ર સમાચારના ટોક શો બાદ મ્યુ.કમિશનરે માલધારી સમાજના આગેવાનો સાથે ચર્ચા - વિચારણા કરી

ઉકેલના માર્ગે સમસ્યા | રેઢિયાળ ઢોર બાબતે ભાવનગર મહાનગરપાિલકાનું તંત્ર આખરે ગંભીર થયું

અન્ય સમાચારો પણ છે...