તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પડોશી રાજ્યના ઉદ્યોગકારો કોલસો ભાવનગર બંદરે ઇમ્પોર્ટ કરવા આતુર

પડોશી રાજ્યના ઉદ્યોગકારો કોલસો ભાવનગર બંદરે ઇમ્પોર્ટ કરવા આતુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારમાસીગણાતા ભાવનગર બંદર ખાતે લાંબા સમયથી કોલસાની આયત કરવામાં આવતી હતી, પરંતુ અહીં હયાત રેલવે લાઇનનો ઉપયોગ કરી અને રેક પરિવહન શરૂ કરાયા બાદ ગુજરાતના અનેક પડોશી રાજ્યના ઉદ્યોગકારોએ ભાવનગર બંદર પર પોતાનો કાર્ગો લાવવા માટે ઇન્કવાયરીઓ શરૂ કરી છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં ઇંધણ માટે ઉપયોગમાં લેવામાં આવતા કોલસાની આયાત ભાવનગર બંદરે કરવા માટે અને માલ રેલવે રેક દ્વારા તેઓના સ્થળ સુધી લઇ જવા માટે અનેક કંપનીઓ રસ દાખવી રહી છે.

ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ભાવનગર રેલવે ડિવિઝનના અધિકારીઓના રેલવે રેક અને જહાજ સંબંધિત કામગીરીમાં હકારાત્મક વલણને કારણે કોલસાનું પરિવહન વેગવંતુ બન્યુ છે.

હાલ સુર્યા એક્ઝિમના માધ્યમથી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ નાગડા, મધ્યપ્રદેશ દ્વારા 5 રેલવે રેક દ્વારા કોલસો લઇ જવાયો છે, અને વધુ રેકની ડીમાન્ડ કરી છે. રેલ રેકનો પ્રયોગ સફળ નીવડતા નવા બંદરની અંદરની સાઇડે આવેલા પાટાની આજુબાજુના પ્લેટફોર્મ પર પણ કોલસા રાખવા માટે અને માલગાડીના ડબ્બાનું લોડિંગ અંદરની સાઇડેથી પણ કરાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જરૂરી મરામત કાર્ય પૂર્ણ થયા બાદ રેલવેના ડબા છેક બંદરની અંદરથી લોડિંગ કરાવવામાં આવશે.

અનેક પાર્ટીઓની ઇન્કવાયરી શરૂ છે

^રેલવેઅને જીએમબીના હકારાત્મક વલણને કારણે ભાવનગર બંદરેથી કોલસાનું રેલવે રેક દ્વારા પરિવહન શરૂ કરાવવામાં આવ્યા બાદ રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ સહિતની અનેક પાર્ટીઓની ઇન્કવાયરી આવી રહી છે. તેનાથી ભાવનગર બંદરના વિકાસના માર્ગો ખુલશે. >નરેશકોઠારી, સીઇઓ,ફોનિક્સ શિપિંગ કંપની

રેલવે-જીએમબીના હકારાત્મક વલણથી બંદરનો વિકાસ શક્ય બનશે

ડેવલોપમેન્ટ |રેલવે રેક દ્વારા પરિવહન શરૂ કરાવવામાં આવ્યા બાદ

અન્ય સમાચારો પણ છે...