• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર| ભાવનગરજિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભાનું આગામી તા.

ભાવનગર| ભાવનગરજિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભાનું આગામી તા.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| ભાવનગરજિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભાનું આગામી તા. 18-9-2016 ને રવિવારે સવારે 9-30 કલાકે ભાવનગર શહેરના ક્રેસન્ટ નજીક આવેલા શિવશકિતહોલમાં આયોજન કરવામાં આવેલ છે. અવસરે ઇનામ વિતરણ, નિવૃત અને વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર શિક્ષકોનું બહુમાન તેમજ શિક્ષકોના પ્રાણપ્રશ્નોનો ઉકેલ લાવનાર મહામંડળના પ્રમુખ પંકજભાઇ પટેલ અને મંત્રી વિનોદભાઇ પટેલનો સન્માન સમારોહ યોજાશે. કાર્યક્રમમાં જિલ્લાના તમામ શિક્ષકોએ અચૂક હાજર રહેવા જિલ્લા કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી કલ્પેશભાઇ કેરાસીયા દ્વારા અનુરોધ કરાયો છે. આયોજન સંદર્ભે સંઘના પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.

પરંપરા | માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા યોજાશે સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...