• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • }વડવાજૈન દેરાસરમાં બાળકોને પ્રભાવના પૂ.આચાર્યપ્રબોધચંદ્રસૂરિ મ.સા.ના યુવા શિષ્ય

}વડવાજૈન દેરાસરમાં બાળકોને પ્રભાવના પૂ.આચાર્યપ્રબોધચંદ્રસૂરિ મ.સા.ના યુવા શિષ્ય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}વડવાજૈન દેરાસરમાં બાળકોને પ્રભાવના

પૂ.આચાર્યપ્રબોધચંદ્રસૂરિ મ.સા.ના યુવા શિષ્ય પૂ.મલયચંદ્ર મ.સા.ની પ્રેરણાથી છઠ્ઠા વર્ષના રવિવારે તા.19ના સવારે 8 થી 9-30 સમસ્ત ભાવનગરના જે બાળકો વડવા દેરાસરમાં પૂજા કરવા આવશે તેને પ્રભાવના કુસુમબેન કાંતીલાલ શાહ (એચ.કે.) તરફથી કરાશે.જીન્સ, બર્મુડા પહેરી પુજા કરવાથી આશાતના થાય છે.

}સ્વામીનારાયણમંદિર લોખંડ બજાર

મંદિરમાંચાલતા 42 દિવસની ચંદનના વાઘાની સમાપ્તી આજે રવિવારે સાંજે 7-15 કલાકે કેસર જળ વડે મહાઅભિષેક થશે.

}શ્રીરામ અખંડ રામધુન

દરરવિવારે રાત્રે8 થી 9-30 અખંડ રામધુન સંત સેવારામ મંિદર સિંધુનગર ખાતે રાખેલ છે.

}બાવનગામભાવસાર જ્ઞાતિ

રા.રા.શ્રીહિંગળાજ માતાજીની મહાઆરતી તા.20 પુનમને સોમવારે સાંજે 7-30 સરદારનગર જ્ઞાતિની વાડી એકટીવ સ્કૂલ સામે રાખેલ છે.

}સત્યનારાયણભગવાનની કથા

વડસાવિત્રીપૂનમ નિમિતે સત્યનારાયણ ભગવાનની કથાનુ આયોજન બજરંગદાસ બાપાની મઢુલી એકસલ ક્રોપકેર લી.ની.સામે રૂવાપરી પાસે તા.20 સોમવારે સાંજે 5 થી 7 રાખેલ છે.

}આર્યસમાજ ભાવનગર

આજેસાંજે 5-30 થી 6 દૈનિક યજ્ઞ તથા 6 થી 7 યોગનુ મહત્વ વિષય પર પ્રવચન તથા વિચાર ગોષ્ઠી આર્ય સમાજ સરદારનગર ખાતે સંપન્ન થશે.

}વિષ્ણુસહસ્ત્રનામનોપાઠ, વાર્તાલાપ

વિષ્ણુસહસ્ત્રનામનોપાઠ, ભજગોવિંદમ પર સ્વામીજીનો વાર્તાલાપનો કાર્યક્રમ આજે સાંજે 5-30 થી 7 િશવાનંદ આશ્રમ શિવાજી સર્કલ ખાતે રાખેલ છે.

}કષ્ટભંજનરામદરબાર પરિવારના સહકિર્તન

આજેરાત્રે 8-30 કલાકે સ્વ.વિક્રમસિંહ પ્રભાતસિંહ ઝાલા વિજયરાજનગર જવેલ્સ સર્કલ પાસે આર.કે.પોઇન્ટ સામે રાખેલ છે.

}દત્તબાવનીનાપાઠ, ભજન, ધૂન કાર્યક્રમ

દત્તબાવનીનાપાઠ, ભજન, ધુન, ધ્યાન આજે સાંજે 6-30 થી 8 ભદ્રેશભાઇ દવે ડાયમંડ ચોક બ્લડ બેંક પાછળ રાખેલ છે.

}આનંદનગરહવેલીના ગિરિરાજજીને અભિષેક

આનંદનગરગોવર્ધનનાથજીની હવેલીમાં તા.20 સોમવારે સવારે 8 થી 9 દરેક વૈષ્ણવો સ્વહસ્તે ગિરિરાજજીને દૂધનો અભિષેક કરી શકશે. દૂધની વ્યવસ્થા હવેલીમાં રાખેલ છે.

}ગોવર્ધનનાથજીહવેલી પરીમલ

તા.20 સોમવારે મંગળા સવારે 5 થી 5-15, જયેષ્ઠાભિષેક સ્નાન સવારે 5-45 કલાકે, સવારે 7-30 થી 8-30 શ્રૃંગાર, સવારે 9-30 થી 10 રાજભોગમાં ગોર્વધનનાથજી પ્રભુને આમ મનોરથ અંગીકાર થશે. સાંજના દર્શન નિયમ મુજબ થશે.

}નંદાલયહવેલી સરદારનગર

તા.20 સોમવારે જયેષ્ઠાભિષેક, મંગળાના દર્શન ભીતર થશે. સવારે 5-30 કલાકે સ્નાનયાત્રા, સવારે 8 કલાકે રાજભોગના દર્શન થશે. સાંજના દર્શન રાબેતા મુજબ થશે.

}હ.વિ.ગોસળિયાસ્થા.જૈન પૌષધશાળા

પૂ.નમ્રતાજીઆદિ સતીજીઓ બિરાજે છે. તેઓની નિશ્રામાં સવારે પ્રાર્થના 6-15 થી 6-45,6-45 થી 7-15 ધર્મજ્ઞાન, પ્રવચન 9-30 થી 10-30, પ્રતિક્રમણ સાંજે 6-45 કલાકે થશે.

}અધ્યાત્મવિદ્યામંદિર

આજેસાંજે 5-30 થી 6-30 આનંદનો ગરબો, 5 થી 6 એકયુપ્રેસર સારવાર અધ્યાત્મ વિઘામંદિર વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં તળાજા રોડ સંસ્કાર મંડળ પાસે રાખેલ છે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગમાંઆજે 9-30 થી 11-30 ઉમેદગુરૂ જૈન પાઠશાળાના બાળકોની શિબિર બાદ જમણવાર છે.

}જયશ્રીપંચની મેલડીમાંનો હવન

આજેજયશ્રી પંચની મેલડીમાનો હવન છે. રાત્રે 9 સત્યનારાયણ દેવની કથા ક.પરા સાઇઠ ફળી ટોપરાવાળો ખાંચો ખાતે છે.

}સિંધુસોશ્યલ સર્કલ

હોદેદારો,કારોબારી સભ્યો, સલાહકાર સભ્યોની મીિટંગ આજે સાંજે 6 થી 7 સંત પ્રભારામ ધર્મશાળા ખાતે રાખેલ છે.

}ભાવ.લેબરપ્રેકટીશનર્સ, ટ્રાઇ લેબ એસો.

મજુરઅદાલતમાં કાર્યરત ભાવનગર લેબર પ્રેકટીશનર્સ એસો.તથા ટ્રાઇ લેબ એસો.ના સભ્યોની સંયુકત બેઠક તા.20 સોમવારે 12 કલાકે મજુર અદાલત ગ્રાઉન્ડ ફલોર બારરૂમમાં યોજાશે.

}રામીમાળી બારડ કુટુંબ

થાપનાથમહાદેવ પગપાળાનો હિસાબ અંગે, અન્ય વિગતોની ચર્ચા કરવા મીિટગ ચિમનભાઇ નરશીભાઇ બારડ સુવિધા ટાઉનશીપ સુભાષનગર પાસે એરોડ્રામ રોડ ખાતે રાખેલ છે.

}સેલ્સટેક્ષપેન્શનરોનુ સ્નેહમિલન

વેચાણવેરા ખાતાના નિવૃત કર્મચારીની મીિટંગ ભોજન સાથે આજે સવારે 10 કલાકે અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર પ્લોટ નં.938 ગીતાચોક ખાતે રાખેલ છે.}માતંગીમંદિર સરદારનગર

આજેરવિસભામાં સવારે 8 કલાકે જયોતિબેન એન ટીમાણીના સહયોગથી સર ટી.હોસ્પી.માં પ્રસુતા બહેનો શિરા વિતરણ, સ્વ.ઇન્દુમતીબેન એન.જાનીના સહયોગથી બાળકોના વોર્ડમાં ફ્રુટ વિતરણ, વિનોદભાઇ મહેતા તરફથી છાશ વિતરણ કરાશે. સાંજે 4-30 કલાકે 111 વિદ્યાર્થીનુ સન્માન કરાશે. સાંજે 7 કલાકે મહાઆરતી, માળા, માતંગી ર્માના 100 નામ લેવાશે. પ્રસાદ છે. સાંજે 6 કલાકે માતાજીની સાડી પ્રસાદીરૂપે વિતરણ કરાશે

}કેન્સરનાદર્દીને વિનામૂલ્યે સારવાર

આજથીદર રવિવારે સંજીવની હેલ્થકેર સેન્ટર ઘોઘા જકાતનાકા મ્યુનીસીપલ કોમ્પલેક્ષ ખાતે 10 થી 2 કેન્સરના દર્દીઓ માટે વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.

}ઇન્ડીયનરેડક્રોસમાં વિવિધ સારવાર કરાશે

ઇન્ડીયનરેડક્રોસ સોસાયટી દિવાનપરા ખાતે આર્થરાઇટીસ, સાઇટીકા, ઘસારો ગાદીખસી જવી, કબજીયાત, પીત, હાઇ બીપી, લો બીપી, વિ રોગીની સારવાર એકયુપ્રેસર, મેગ્નેટ થેરાપી, કેમો થેરાપી, મસાજ, હાઇડ્રો થેરાપી વિ કસરતો રોજ સવારે 8 થી 11 શુક, શનિ, સોમ, બપોરે 4 થી 7 મંગળ, બુધ, ગુરૂ સારવાર અપાશે 2430700

}રોટરીકાયમી રસીકરણ કેન્દ્રમાં રસી અપાશે

રોટરીકલબ દ્વારા દર રવિવારે સવારે 9-30 થી 11-30 રોટરી હોલ ઘોઘાસર્કલ પોલીયો, ડીપીટી, બીસીજી, ઓરી, પેન્ટા વિ.રસી વિનામૂલ્યે તેમજ એમએમઆર ટાયફોઇડ, હીપેટાઇટીસ એ-બી, ચીકનપોક્ષ, રોટા વાઇરસ, ન્યુમોકોકલ રસી રાહતદરે આપવામાં આવશે.

}ભાવ.દશાશ્રીમાળીકંઠીબંધ વણિક જ્ઞાતિ મંડળ

યુવકમંડળ દ્વારા આજે સવારે 10-30 થી 11-30 જ્ઞાતિના કોઇપણ જરૂરીયાતમંદ વિદ્યાર્થીને યુનિફોર્મ ઘોઘાગેટ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીથી અપાશે યુનિફોર્મ વિતરણનો આજે છેલ્લો દિવસ છે.

}આર્યુવેદીકચુર્ણ તદ્દન રાહત ભાવે મળશે

મંગલચેરીટેબલ ટ્રસ્ટ એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસ આનંદનગર ખાતે સોમથી શનિ સવારે 10 થી 12 અાયુર્વેદીક ચુર્ણ આંબળા, અરડુસી, અશ્વગંધા, હિમેજ, હિંગાષ્ટક, ઇસબગુલ, જેઠીમઘ, ત્રિફળ વિ.ચુર્ણ તદન રાહત ભાવે અાપવામાં આવશે.

}બ્રહ્મક્ષત્રિયજ્ઞાતિ જોગ

બ્રહ્મક્ષત્રિયજ્ઞાતિ પંચ ભાવનગરમાં મા અમૃતય યોજનાના અરજી ફોર્મ તથા બ્રહ્મક્ષત્રિય સ્વાલંબન રોજગારલક્ષી યોજનાનુ ફોર્મ, જ્ઞાતિની વસ્તી ગણત્રીનુ ફોર્મ ભરવાનુ બાકી હોય તેને ફોર્મ વિતરણ, ગુજરાત સરકાર દ્વારા બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ પ્રમાણપત્ર મેળવવાનુ અરજી ફોર્મ વિ.કામગીરી આજે સવારે 10 થી 13 જ્ઞાતિની વાડીમાં શરૂ કરવામાં આવેલ છે.

}હૃદયરોગનાવિનામૂલ્યે ઓપરેશન

શિવશકિત હોલ ક્રેસન્ટમાં તા.19 રવિવારે સવારે 10 થી 12 હૃદયરોગ, ડાયાબીટીસ, બીપી તથા અન્ય રોગો માટે વિનામૂલ્યે દર્દીને સારવાર અપાશે. કાર્ડીયોગ્રામ લેબ તપાસ, એન્જીયોગ્રાફી ફ્રીમાં કરી અપાશે.જે દર્દીને હૃદયના ઓપરેશનની જરૂર જણાશે તેમને વિનામૂલ્યે સત્ય સાઇ હાર્ટ હોસ્પીટલ ખાતે ઓપરેશન કરી અપાશે.દર્દીએ 8 વાગ્યા સુધીમાં નામ લખાવી દેવા

}વિનામૂલ્યેમોતીયાના ઓપરેશન

શિવશકિતહોલ ક્રેસન્ટ ખાતે તા.19 રવિવારે સવારે 10 થી 12 આંખનો નિદાન કેમ્પ રાખેલ છે. મોતીયાના ઓપરેશનની જરૂર હશે તેને નેત્રમણી મુકી અપાશે. આંખના ટીપા પણ જરૂર હશે. તેને ફ્રી અપાશે. નજીક જોવાના ચશ્મા પણ નંબર જોઇ આપવામાં આવશે.

}કાળીયાબીડમાંગોહિલવાડ તમારે દ્વારે કાર્યક્રમ

કાળીયાબીડઆનંદ હોલ ખાતે ગોહિલવાડ તમારે દ્વારે કાર્યક્રમ અંતર્ગત તા.19 રવિવારે સાંજે 7 કલાકે સભા યોજાશે. જેમા અલગ, અલગ સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહી સમાજ ઉત્કર્ષ સંસ્થાઓની વિગતો, ભાવિ કાર્યક્રમો અંગે વિમર્શ કરશે.

}વિઘાર્થીઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ

રઘુવીરરામદરબાર પરિવાર ટ્રસ્ટે 1500 રામદરબાર પૂર્ણ કરેલ હોય જે નિમિતે વિદ્યાર્થી ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ ધો.9 થી કોલેજ સુધીના વિદ્યાર્થી માટે આયોજન તા.10/7 સવારે 9 થી 12 જ્ઞાનજયોત સ્કૂલ (ફુલસર), સ્વા.ગુરૂકુળ સામે રાખેલ છે. ફોર્મ મેળવી તા.1/7 સુધીમાં પરત કરવા.

}વિનામૂલ્યેમોતીયાના ઓપરેશન કરાશે

પીએનઆરહોસ્પીટલ અંધશાળા કેમ્પસ વિદ્યાનગર ભાવનગર ખાતે રોજ મોતીયાના ઓપરેશન મફત કરી આપવામાં આવશે.જાહેર જનતાએ લાભ લેવો. ફોન 0278 2431150

}શ્રીમાળીસોની જ્ઞાતિ

શ્રીમાળીસોની યુવક મંડળ દ્વારા બિમાર જ્ઞાતિબંધુઓના લાભાર્થે દાતાઓના સૌજન્યથી પલંગ, વ્હીલચેર, વોકર, કમરપટ્ટા, વોટરબેડ, યુરીન ટબ, મોતીયાના ચશ્મા, ગરમ પાણીની થેલી, એરબેડ, લેટ્રીનટબ, ટોયલેટચેર વાપરવા લઇ જવા હોય તેઓએ ઇન્દુલાલ ટી. કુકડીયા 9898681603, અશોકભાઇ ચાંપાનેરી મો. 9824259566 સંપર્ક સાધવો.

}ગોવર્ધનનાથજીહવેલી પરીમલ

યોગદિવસની ઉજવણી નિમીત્તે યોગ ઇન્સ્ટીટયુટ (સાંતાક્રુઝ, મુંબઇ)ના નિષ્ણાંતો દ્વારા આજે સવારે 10 થી 1 પી.એન.આર. હોસ્પિટલ ખાતે તેમજ તા. 19 થી 21 જુન સુધી પરિમલ હવેલીમાં નિ:શુલ્ક સ્વાસ્થ્ય શિબિર અને યોગ-પ્રાણાયામનું આયોજન કરેલ છે. તેમજ દરરોજ સવારે 7-30 થી 8-15 સુધી હવેલીના સત્સંગહોલમાં યોગ તથા પ્રાણાયામના વર્ગ શરૂ છે. જે માટે હવેલીના કાર્યાલયમાં નામ નોંધાવી જવા

}કારડિયારાજપૂત સમાજ

કારડિયારાજપૂત છાત્રાલય પીંગળી ગોળ ભાવનગરના ધો.9થી કોલેજ સુધીના વિદ્યાર્થીને છાત્રાલય પ્રવેશ માટે આજે 10 થી 12 કાર્યવાહી કરવામાં આવશે.

}શિવશકિતસેવા ટ્રસ્ટ દ્વારા ફેમેલી કેમ્પ

જુલાઇમાંહરીદ્વાર, ઓગષ્યમાં ગોવા ખાતે ફેમેલી કેમ્પ રાખેલ છે. પ્લોટ નં.7 શિવરંજની સ્ટર્લીગ પાર્ક જવાહરનગર લીલા સર્કલ નજીક સીદસર રોડ સંપર્ક કરવ.

}દાંતોનીસારવાર કરાશે

સીદસરખાતેની જનરલ હોસ્પીટલના ઓપીડીમાં આજે 9 થી 12 દાંતના રોગો માટે નિદાન, સારવાર કરાશે.

}ભાવનગરગોહિલવાડી રામી માળી જ્ઞાતિ

સ્વ.ચંપાબેનએ.સોલંકી નોટબુક વિતરણ ફંડના ઉપક્રમે અપાતી રાહતદરના રજીસ્ટરો, પુસ્તકો મેળવવા, આગામી ઇનામ વિતરણ સમારંભ માટે માર્કશીટ સ્વીકારવાનુ કાર્ય આજે સાંજે 4 થી 6 જ્ઞાતિના રામજી મંદિરમાં થશે.

}ઇન્ડિયનરેડક્રોસ સોસા.દ્વારા વિવિધ સેવાઓ

ઇન્ડિયનરેડક્રોસ સોસાયટી દિવાનપરા ખાતે કાન, નાક, ગળાના , હાડકાના, બાળકોના રોગના ડોકટરની રાહતદરે માનદસેવા મળશે. ફોન 2424761,2430700 પર સંપર્ક કરવો.

}ફોટોગ્રાફી,વિડીયોગ્રાફીના ફ્રી વર્ગો

વિજ્ઞાનનગરીખાતે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના ફ્રી વર્ગો શરૂ થનાર છે. બુધવાર સુધીમાં વિજ્ઞાનનગરી ખાતે ફોર્મ ભરી જવા.

}ધ્યાનયોગનો કાર્યક્રમ

સંસ્કારભારતી તથા બળવંત પારેખ વિજ્ઞાનનગરીના સંયુકત ઉપક્રમે આજે સવારે 9 થી 11 વિજ્ઞાનનગરીના કોન્ફરન્સ હોલમાં ધ્યાનયોગનો કાર્યક્રમ યોજાશે. રસ ધરાવતા સર્વોએ હાજર રહેવુ.

}દરજીયુવા સેવા મંડળ દ્વારા ફ્રીમાં નોટબુક વિતરણ

ધો.1થી 8માં અભ્યાસ કરતા સમસ્ત દરજી સમાજના બાળકોને આજે સવારે 9 થી 5 સુધી વિનામૂલ્યે નોટબુક વિતરણ નરેશભાઇ સી.વાઘેલા ટાંકીવાળો રોડ વાધેલા બ્રધર્સ લખુભાઇ હોલ સામે કાળીયાબીડ ખાતે કરાશે. માર્કશીટ ઝેરોક્ષ સાથે લાવવી.

}માવતરદ્વારા યોગ

વિશ્વયોગદિવસની ઉજવણીમાં માવતર સંસ્થાના વડીલો, માવતરો, સીનીયર સીટીઝનો યોગ કાર્યક્રમમાં જોડાય તે માટે તા.21 સવારે 6-30 કલાકે યુની.ગ્રાઉન્ડ ખાતે રહેવુ સ્થળે આવનાર માવતર સંસ્થાના સભ્યો પોતાનુ કાર્ડ લઇ માવતરના વ્યસ્થાપકો મધુભાઇ ભટ્ટ, ઇશ્વરભાઇ ભટ્ટી, છાયાબેનનો સ્થળ પર સંપર્ક કરવો. 10 થી 12માં 2514443 સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...