પ્રવેશોત્સવની પરીક્ષામાં પાલિકાની શાળાઓ નાપાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર .ભાવનગર 18 જૂન

વર્ષેભાવનગર શહેરમાં તા.15થી 17 જૂન એમ ત્રણ દિવસ શહેરી વિસ્તારોમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં ભાવનગર શહેર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં 55 શાળાઅોમાં ધો.1માં 3696 પ્રવેશ પાત્ર બાળકો હતા તેમાં ત્રણ દિવસ દરમિયાન 2523 બાળકોએ પ્રવેશ લેતા લક્ષ્યાંકમાં 1173 બાળકોની જબ્બર ઘટ આવી છે. ધો.1માં પ્રવેશોત્સવમાં લક્ષ્યાંક સિદ્ધિ મેળવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.

ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની મ્યુ. કોર્પો. શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાઇ ગયો જેમાં ધો.1માં ત્રણ દિવસ દરમિયાન કુલ 2523 બાળકોએ પ્રવેશ લીધો હતો. જે લક્ષ્યાંક કરતા 1173 ઓછા હતા. 1173 બાળકો ખાનગી શાળાઓમાં ચાલ્યા ગયા હોય તેવો પૂરો સંભવ છે. ઉપરાંત 32 બાળકોઅે પુન: પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આંગણવાડી કે બાળ મંદિરમાં કુલ મળી 2300 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આમ વર્ષે ત્રી િદવસીય પ્રવેશોત્સવમાં ધો.1માં લક્ષ્યાંક સિદ્ધિ મેળવવામાં નિષ્ફળતા મળી હતી.

દિવસ કુમાર કન્યા કુલ

પ્રથમ 402 463 885

દ્વિતીય 448 340 788

તૃતિય 289 561 850

કુલ 1139 1364 2403

પ્રવેશમાં કુમારો કરતા કન્યા આગળ

3દિવસ દરમિયાન 55 મ્યુ. પ્રાથમિક શાળાઓમાં કુમારોની સંખ્યા 1139 રહી જ્યારે પ્રવેશ મેળવનારી કન્યાઓની સંખ્યા 1364 રહેતા ધો.1માં પ્રવેશમાં કન્યાઓએ 225ના વધારા સાથે કુમારોને પાછળ રાખી દીધા છે.

ધો.9માં 6724 બાળકોએ પ્રવેશ મેળવ્યો

ભાવનગરશહેરમાં ધો.9માં પ્રવેશોત્સવ યોજાયો જેમાં કુલ મળી 6724 બાળકોએ હાઇસ્કૂલના શિક્ષણ માટે પ્રવેશ લીધો. તેમાં ત્રણેય દિવસમાં કુલ મળી 3667 કુમાર અને 3057 કન્યાઓનો સમાવેશ થતો છે.

સર્વેમાં એક છોકરાની ગણતરી બે ટીમ દ્વારા થઇ હોય

^ભાવનગરશહેરનાવિવિધ વોર્ડમાં જ્યારે પ્રવેશપાત્ર બાળકોની ગણતરીનું કાર્ય હાથ કરવામાં આવ્યું હોય ત્યારે જે બાળકને ગણતરી એક વોર્ડમાં કરાઇ હોય તે બાળકની ગણતરી તેની સાથેના વોર્ડની ટીમ દ્વારા પણ કરાઇ હોય તેવા કિસ્સા ધ્યાને આઓલા છે. આથી પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા વધી હતી > સતિષભાઇત્રિવેદી, શાસનાધિકારી,ન.પ્રા.શિ.સ.

ભાવનગર શહેરની 55 મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશના 3696ના લક્ષ્યાંક સામે 2523 બાળકોને પ્રવેશ

િનષ્ફળતા| પ્રવેશોત્સવમાં લક્ષ્યાંક સિદ્ધિ મેળવવામાં તંત્ર નિષ્ફળ : શહેરમાં ધો.1માં બાળકોના પ્રવેશના લક્ષ્યાંક સામે 1173નો ઘટાડો

અન્ય સમાચારો પણ છે...