શહેરમાં ભળેલા અકવાડાના રહિશોને તંત્ર વાહકોની ખો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા. રિપોર્ટર. ભાવનગર. 29 જુલાઇ

અકવાડાગામને કોર્પોરેશનમાં ભેળવાયા બાદ લોકો કોઇ પણ દસ્તાવેજી કામો માટે સરકારી ખાતામાં જાય તો ત્યાથી અમલદારો દ્વારા ખો આપવામાં આવી રહી છે. અકવાડાના રહીશોએ િજલ્લા કલેકટરને રજૂઆત કરતા જણાવ્યંુ હતંુ કે, અકવાડા ગામ શહેરમાં ભળી ગયંુ છે, જેને દોઢ મહિનો થયો છે, પણ અત્યારે કોર્પોરેશન કે મામલતદાર કચેરી દ્વારા કોઇ કામગીરી થતી નથી.

અાવકના દાખલા કઢાવવા, સોંગદનામા કરવા, નોન ક્રિમીલિયર સર્ટી કઢાવવા, એસ.સી., અેસ.ટી., ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓને સરકારી કચેરીઓમા ધક્કા લેવા પડે છે.

સિટી મામલતદાર કચેરીમાં જઇએ તો તે ગામ અમારામાં આવતંુ નહીં હોવાનો પ્રત્યુત્તર અપાય છે. કોર્પોરેશનમાં પણ જન્મ મરણના દાખલા કઢાવવામાં મુશ્કેલી પડી રહી છે. આવી પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં છુટકે ગ્રામજનો દ્વારા ઉપવાસ કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારાઇ હતી.

સોગંદનામા, જન્મ મરણના દાખલા સહિતના કામોમાં કોઇ ધ્યાન દેતંુ નથી

કામો નહીં થાય તો ઉપવાસ કરવા ચીમકી

અન્ય સમાચારો પણ છે...