તપ-જપનો ગોલ્ડન પિરિયડ ચાતુર્માસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલિજીયસ રિપોર્ટર. ભાવનગર. 29 જુલાઇ

ભાવનગરશ્વે.મ.પૂ. જૈન તપાસંઘના રૂપાણી વિભાગના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂ.શાસન સમ્રાટ શ્રીમદ્ વિજયનેમીસુરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ.પૂ. ગચ્છનાયક આ.ભ.વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા.એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ચાતુર્માસના દિવસો જૈન શાસનમાં જ્ઞાન, ધ્યાન, તપ, આરાધના કરવાના દિવસો ગણાય છે.

અષાઢ સુદ 14થી કારતક સુદ - 14ના ચાર માસ આરાધના, સાધના, તપ, ત્યાગ વિગેરે વિનાના જાય તે માટે ચાતુર્માસ વિશિષ્ટ આરાધના કરાવવા માટે ગુરૂ ભગવંતો સંઘોમાં પધારે છે. એટલે કહ્યું છે કે આરાધના સાધનનો ગોલ્ડન પિરિયડ એટલે ચાતુર્માસ કાળ.

દિવસો દરમિયાન પૂ.ગુરૂ ભગવંતો સ્થિરતા કરે છે. વિહાર કરતા નથી. કાલને સિદ્ધકાળ કહેવાય છે. જે આરાધના માટેનો શ્રેષ્ઠ સમય છે. તપ, ત્યાગ કરવાથી બહારની ચીજવસ્તુઓ વાપરવાની બંધ થતા યાત્મિક લાભ સાથે શારીરીક અને માનસિક પણ ઘણા લાભો થાય છે.

અન્ય સમાચારો પણ છે...