રાઇટ ટૂ રિજેક્ટ અંગે ભાવ. યુનિ. વધુ વિગતો મેળવશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પાસ ક્લાસ અથવા �ઓછી ટકાવારીએ પાસ થતા વિદ્યાર્થી�ઓ પોતાનું પરિણામ જમા કરાવી ફરી વખત પરીક્ષા આપી શકે તે માટે રાઇટ ટૂ રિજેક્ટનો અધિકાર આપવા માટે સેનેટ સભ્યએ ગત સેનેટ સભામાં પ્રસ્તાવ મુક્યા બાદ પાંચ સભ્યોની એક કમિટિની રચના કરવામાં આવી છે અને તેની આજે બેઠક મળી હતી.

જેમાં નક્કી કરાયું હતુ કે રાજ્યની અન્ય યુનિ.માં અને રાજ્ય શિક્ષણ બોર્ડ પાસે કેવા કેવા પ્રકારના નિયમો છે તેની માહિતી મેળવવી તેમ કિશોર કંટારિયાએ જણાવ્યું હતુ. અત્યારે વિદ્યાર્થી�ઓને રાઇટ ટૂ રિજેક્ટના અધિકાર મળે તેના તમામ પાસા�ઓ ચકાસાઇ રહ્યાં છે.

પાંચ સભ્યોની કમિટી રચાઇ હતી

અન્ય સમાચારો પણ છે...