• Gujarati News
  • ઇન્વેસ્ટીગેશન રીપોર્ટર . ભાવનગર. 29 જુલાઇ

ઇન્વેસ્ટીગેશન રીપોર્ટર . ભાવનગર. 29 જુલાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટીગેશન રીપોર્ટર . ભાવનગર. 29 જુલાઇ

એવુકહેવાય છે કે જે સમાજ પોતાની કલાનો ઇતિહાસ સાચવી શકે તેની નવી પેઢીમાં કલાનો શૂન્યાવકાશ સર્જાય જતો હોય છે. આવી સ્થિતિ ભવિષ્યે કલાનગરી ભાવનગરની થઇ શકે તેમ છે શહેરના યશવંતરાય નાટયગૃહ ખાતે તેનુ નિર્માણ થયું તે સમયથી મુખ્ય દરવાજા પર 20 કરતા વધુ વર્ષોથી પ્રતિષ્ઠિત ચિત્રકારો ખોડિદાસ પરમાર અને લાઠીના કુમાર મંગળસિંહજીએ દોરેલા 25x5ની સાઇઝના ચિત્રો લગાવેલા હતા. પરંતુ 2 વર્ષ પૂર્વે નાટયગૃહનુ રિનોવેશન થતા બંને ચિત્રો અદ્રશ્ય થઇ ગયા છે.

ખોડિદાસ પરાર અને લાઠીના કુમાર મંગળસિંહજી બંને ચિત્રકારોએ પોતાના સમયમાં એક ઇતિહાસ બનાવ્યો હતો. અને ભારત દેશના ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકારોમાં ગણના થતી હતી. ભોપાલ સ્થિત રવીન્દ્ર આર્ટ ગેલેરીમાં પણ ચિત્રોને સ્થાન મળ્યુ છે. ઉપરાંત દિલ્હી, ઉજજૈન, ધનબાદ જેવા સ્થળોએ ચિત્રો સચવાયા છે.