GST : અચોક્કસ મુદ્દત માટે બજારો બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી1 જુલાઇથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે, GST નો અમલ થવા જઇ રહ્યો છે. ત્યારે નવા કાયદાની જટિલતા એક વર્ષમાં 37 રિટર્ન ભરવા તેમજ અન્ય કડાકૂડ ભરી મથામણને કારણે વેપારીઓમાં જબ્બર રોષ જાગ્યો છે. GSTના અમલને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે િનયમોમાં ફેરફારની માંગ અને અસ્પષ્ટતાઓ દુર કરવા ભાવનગરના િવવિધ વેપારી એસો. દ્વારા અચોક્કસ

...અનુસંધાનપાના નં.11મુદ્દતનીહડતાલનું એલાન કર્યુ છે. જેને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીઝએ પણ સમર્થન આપ્યું છે.

ભાવનગરમાં ગ્રેઇન એન્ડ સીડસ મરચન્ટ એસો., ક્લોથ મરચન્ટ એસો., ફર્નિચર એસો., ઉંડી વખાર વેપારી એસો. વિગેરે અનેક એસોસિએશનોએ હડતાલ જાહેર કરી દીધી છે અને સરકારને અનુરોધ કર્યો છે કે તમામ વેેપારી એસો.ની રજૂઆતોનું નિરાકરણ આવ્યા બાદ GSTનો અમલ કરવામાં આવે.

GSTના કાયદાના અમલીકરણને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે આમ છતાં કાયદાના નિયમો, નમૂના�ઓ તથા વેરાના દર બાબતે હજસ ઘણીબધી અસ્પષ્ટતા�ઓ વેપારી�ઓમાં પ્રવર્તી રહી છે. સંજોગોમાં તા.1 જુલાઇથી GSTનો અમલ કરવાની સરકારની ઉતાવળ વેપારી�ઓને સમજમાં આવતી નથી.

ખાસ કરીને કાપડ બજાર અને અનાજ બજાર કાયદા હેઠળ હજુ સુધી કોઇ પણ વેરો ભરવા જવાબદાર થયા નથી. આવા સંજોગોમાં બજારમાં વેપારી�ઓને પ્રથમ વખત વેરાકીય કાયદાની જોગવાઇ હેઠળ લાવવામાં આવી રહ્યાં હોય ત્યારે તે કાયદાની સંપૂર્ણ સમજ આવા વેપારી�ઓને આપવી સરકારની પ્રથમ ફરજ બની રહે છે.

કઇ બજારો બંધ રહેશે ?

{ગ્રેઇન એન્ડ સીડ્સ મરચન્ટ

{ કાપડ બજાર

{ ફર્નિચર એસો.

{ ઉંડીવખાર એસો.

{ એમ.જી. રોડ એસો.

કાપડના વેપારીઓ દ્વારા આવેદન અપાશે

કાપડનાજથ્થાબંધ વેપારીઓ દ્વારા તા.28,29ના બંધનુ એલાન અપાયેલ હતુ. કાપડ બજારમાં આજ દિન સુધી કોઇપણ પ્રકારનો ટેકસ નહોતો જયારે 1 જુલાઇથી GST અમલમાં આવશે તેના વિરોધમાં તા.29ના સવારે 11 કલાકે ભાવનગરના સમસ્ત કાપડના વેપારીઓ દરબારગઢ ખાતે ભેગા થઇ રેલી સ્વરૂપે જઇ કલેકટરને આવેદન સુપ્રત કરશે.

ફર્નિચર એસો. દ્વારા 3 દિવસ સજ્જડ હડતાલ

GSTમાંફર્નિચર પ્રોડક્ટ ઉપર 28 ટકા જેવો અધધધ કર લાદી દેવામાં આવ્યો છે અને સાથે કેટલીય અમાનવીય કડકાઇ ભરેલી જોગવાઇ�ઓ પણ ઝિંકવામાં આવી છે તેના વિરોધમાં ભાવનગર ફર્નિચર એસો. દ્વારા તા.28થી 28 જૂન ત્રણ દિવસ સુધી સજ્જડ બંધ પાળી વિરોધ પ્રદર્શિત કરાયો હતો.

GSTથી કઇ કઇ મુશ્કેલી ?

{કાયદાના નિયમો, નમૂનાઓ અને વેરાના દર બાબતે અસ્પષ્ટતા

{ GSTના અમલમાં 72 કલાક બાકી છે ત્યારે કાયદાઓ અને િનયમોની સમજણ વેપારીઓને નથી.

{ GST સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ હોય તેવા સંજોગોમાં માઇગ્રેશનની કામગીરીમાં વેબસાઇટ વ્યવસ્થિત કામ કરતી નથી.

{ GSTN વેબસાઇટની ટ્રાયલ રન કરવાની પ્રક્રિયા માટે પણ સરકાર પાસે પુરતો સમય નથી.

{ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ GST પરંતુ 80% વેપારીઓ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા નથી.

અનાજ પર પહેલી વાર સરકારનો આકરો પ્રહાર

^અનાજમાંબ્રાન્ડ પર 5 ટકા ટેક્ષ અને વગર બ્રાન્ડ પર શૂન્ય એટલે વેપારીઓ કવોલીટી હલકી બનાવી માલ વેચશે જેમાં બ્રાન્ડ હોતી નથી તેનાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થશે માટે કવોલીટી તો હોવી જોઇએ 5 વ્યકિતના ફેમીલીને વર્ષ 25 કિલો તુવેરદાળ જોઇએ એટલે આખા વર્ષના રૂા.1400 અને 1 દિવસના રૂા.4 થયા આમ અનાજ આજ સુધી મોંધુ થયુ નથી રોડથી ફાઇવ સ્ટારમાં સુતેલી વ્યકિતને અનાજની જરૂર છે.ત્યારે અનાજ પરનો ટેક્ષનો નિર્ણય અજુગતો લાગે છે. >મહેશભાઇભટ્ટ, ગ્રેઇનએન્ડ સીડ્સ મરચન્સ એસો. પ્રમુખ

28% GST સાથે ફર્નિચરની ખરીદીમાં કફોડી હાલત થશે

તા.1લી જુલાઇથી અમલી બનતા જીએસટીને કારણે મકાન મોંઘા થવાની ગણતરી મૂકાઇ રહી છે. બીજી બાજુ ફર્નિચર પર 28 ટકા જીએસટી લાગુ કરવાનું નક્કી થતાં મકાન ખરીદ કર્યા બાદ ફર્નિચરની ખરીદી કરવી પણ હવે શહેરીજનો માટે મોંઘી બનશે. ફર્નિચર પર અત્યાર સુધી 12.5 ટકા વેટ અને 2.5 ટકા અન્ય ટેક્સ મળી કુલ 15 ટકા ટેક્સ લેવા માં આવે છે.પરંતુ જી.એસ.ટી.ની જોગવાઇમાં ફર્નિચર પર વસૂલ કરાતા 15 ટકા ટેક્સ વધારીને 28 ટકાનો ટેક્સ કરી દેવાયો છે. અામ, ફર્નિચર પર 13 ટકા ટેક્સ વધી જતાં ગ્રાહકોની હાલત કફોડી બનશે નિશ્ચિત છે. જેથી ગ્રાહકો માટે ફર્નિચર ખરીદવું મોંઘુદાટ બનશે.

GST અંગે વેપારીઓમાં ઘણી બધી અસ્પષ્ટતાઓ : વેપારીઓની હડતાલને ચેમ્બરનું સમર્થન

કાયદાની જટિલતા | વેપારીઓને પૂરતી સમજ આપ્યા વગર કાયદો લાદી દીધાનો રોષ

અન્ય સમાચારો પણ છે...