જીએસટીના પગલે રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉછાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ તમામ સબ રજિસ્ટ્રારને કામગીરીનો સમય અઢી કલાક વધારવા આદેશ

ભાવનગર |28 જૂન

ઐતિહાસિકજીએસટીના કાયદાનું અમલીકરણ થવાનું હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં જબ્બર વધારો થયો છે. જેને પહોંચી વળવા નોંધણી સર નિરિક્ષકની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ સબ રજિસ્ટ્રારને તા.30 સુધી કચરીનો સમય વધારવા આદેશ કરવામાં આવ્યો છે.

નોંધણી સર નિરિક્ષકે કરેલા પરિપત્ર અનુસાર દસ્તાવેજ નોંધણીની કામગીરીનો સમય હાલના સવારના 11 થી સાંજના 5 કલાક સુધીનો છે. તેના બદલે સવારનો 10.30 કલાકથી સાંજના છે 7 કલાક સુધી કરવામાં આવ્યો છે. જેનો તાત્કાલિક અમલ કરવા તમામ સબ રજિસ્ટ્રારને કહેવામાં આવ્યું છે. ...અનુસંધાનપાના નં.11અત્રેઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઇને મધ્ય રાત્રિથી ઐતિહાસિક વસ્તુ કર અને સેવાનું અમલીકરણ થવાનું છે. જેના પગલે દસ્તાવેજ નોંધણીના કાર્યભારણને જોતા કચેરીનો સમય અઢીકલાક વધારવાની આવશ્યકતા ઉભી થઇ છે.

2 િદવસ સાડા દસથી સાત કચેરીઓ ખુલ્લી રહેશે

અન્ય સમાચારો પણ છે...