• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • લીઝ ફેકટરી પ્લોટના ગેરકાયદે બાંધકામ થઇ શકશે કાયદેસર

લીઝ ફેકટરી પ્લોટના ગેરકાયદે બાંધકામ થઇ શકશે કાયદેસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકાએલીઝથી આપેલા ફેકટરી પ્લોટમાં અનધિકૃત બાંધકામને કાયદેસર કરવાની મુદતના વિવાદે અટકીને પડેલી ફાઇલોનો આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મુદત વધારવાના કરાયેલા નિર્ણયથી ઉકેલ આવશે. જેથી 450 જેટલા આસામાઓને તેનો લાભ મળશે.તદઉપરાંત એક તરફ મચ્છરની ઉત્પતી વધતી હોય તેવા સ્થળોના લોકોને દંડ ફટકારવાનો નિર્ણય કર્યો હતો. જયારે બીજી તરફ તંત્રની બેદકારીને કારણે ખુલ્લા કંસારાના કાંઠાને કારણે મચ્છરોના ત્રાસનો સભ્યોએ રોષ ઠાલવ્યો હતો.

મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં કોર્પોરેશને લીઝથી આપેલા ફેકટરી પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા 31મી ઓકટોબર સુધી મુદત વધારવાને મંજુરી આપી હતી. તેમજ ગાર્ડન વિભાગની બેદરકારીને કારણે ટી ગાર્ડની ચોરી અને વૃક્ષો બળી જવા સાથે પ્રાથમિક સુવિધાના ટલ્લે ચડેલા કામો બાબતે સભ્યોએ રોષ વ્યકત કર્યો હતો. જ્યારે સોલીડ વેસ્ટના કિલન લેન્ડ રોડ સ્વીપર મશીનની ખરીદી બાદ તેનો કોઇ ઉપયોગ થયા વગર બંધ હાલતમાં પડયુ રહ્યુ અને ઉપરથી તેના રીપેરીંગ માટે રૂા.48 હજારના ખર્ચની મંજુરી તંત્ર વાહકો દ્વારા મંગાતા સભ્યો ઉકળી ઉઠયા હતા આજે મળેલી સ્ટેન્ડીંગમાં 42 કાર્યોને બહાલી આપી હતી.

પડતર સ્વીપર મશીન પાછળ વધુ ખર્ચ સામે સભ્યોનો રોષ

નિર્ણય | મ્યુ. સ્ટેન્ડિંગે મુદત વધારાને આપી મંજૂરી

અન્ય સમાચારો પણ છે...