તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની ફરજ એક સમાન પણ પગાર અસમાન

સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની ફરજ એક સમાન પણ પગાર અસમાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 25 નવેમ્બર

ગુજરાતરાજ્યમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા�ઓમાં સરકારી શાળા�ઓ છે તેમાં ફરજ બજાવતા શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળા�ઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ફરજ તો એક સમાન હોય છે અને આજ સુધી પગાર પણ એક સમાન હતો પણ તાજેતરમાં જે જાહેરાત કરવામાં આવી છે તેમાં બન્ને શિક્ષકોના પગાર વચ્ચે પાંચ હજારથી સાત હજાર રૂપિયાનો જબ્બર તફાવત છે.

ધો.9થી ધો.12ની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા�ઓમાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી જે શિક્ષકો ધો.11-12, એટલે કે ઉચ્ચત્તર માધ્યમિકમાં ફરજ બજાવે છે તે�ઓનો પગાર વધારીને રૂા.38 હજાર નક્કી કરાયો છે જ્યારે તેની તુલનામાં ધો.11-12માં ગ્રાન્ટેડ હાઇસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકોનો પગાર રૂા.31 હજાર એટલે કે સાત હજાર �”છો નક્કી કરાયો છે. આથી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોમાં રોષની લાગણી પ્રસરી વળી છે. આવી રીતે ધો.9 અને ધો10માં ફરજ બજાવતા સરકારી શિક્ષકોને પગાર રૂા.31 હજાર નક્કી થયો છે જ્યારે તેની તુલનામાં ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં શિક્ષકોને પગાર રૂા.26 હજાર નક્કી કરાયો છે.

અન્યાય| શિક્ષકોના પગારમાં રૂા.5000થી રૂા.7000નો તફાવત

ચૂંટણી બાદ સરકાર નિર્ણય કરશે

^આમામલે શિક્ષક સંઘની સરકાર અને શિક્ષણ મંત્રી સાથે બેઠક થઇ ગઇ છે અને અત્યારે ઇલેકશન જાહેર થયું હોય આચાર સંહિતા છે આથી ચૂંટણીના પરિણામ બાદ સરકાર નિર્ણય લેશે. >શિરીષભાઇજોષી, પ્રમુખ, માધ્યમિક શિક્ષક સંઘ

ઉચ્ચત્તર માધ્ય.માં સરકારી શિક્ષકને 38 હજાર તો ગ્રાન્ટેડમાં પગાર 31 હજાર

અન્ય સમાચારો પણ છે...