તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Ph.Dના પ્રવેશની પ્રક્રિયા અટકાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં અનેક અનિયમીતતાઓ આચરવામાં આવી હોવાની અને સમગ્ર પ્રક્રિયા અટકાવવા માટે કોર્ટ સભ્ય દ્વારા રાજ્યપાલ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.

પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષામાં અનિયમીતતાઓ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે રાજ્યપાલને કરવામાં આવેલી ફરિયાદમાં કોર્ટ સભ્ય મહેબૂબ બલોચે જણાવ્યુ છે કે, કુલપતિને 1લી નવેમ્બરના રોજ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા, પરિણામો અંગેની ગંભીર ફરિયાદ લેખિતમાં કરવામાં આવી હતી, છતા આજદિન સુધી તેનો કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. તા.25 નવે.ના રોજ ચોથા શનિવારની રજા હોવા છતા ગેરકાયદેસર રીતે DRC ગોઠવવામાં આવી હતી. ભાવનગર યુનિ.ના સત્તાધિશો અન્ય વિદ્યાર્થીઓને અન્યાય કરી રહ્યા હોવાની પણ રાવ ઠાલવવામાં આવી છે.

િવવાદ | યુનિ.ના પ્રકરણે કોર્ટ સભ્ય દ્વારા રાજ્યપાલ સમક્ષ રાવ

અન્ય સમાચારો પણ છે...