તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શહેરના દરેક વિસ્તારોમાં રેલવે રિઝર્વેશન સેન્ટર આપવા માંગ

શહેરના દરેક વિસ્તારોમાં રેલવે રિઝર્વેશન સેન્ટર આપવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના દરેક વિસ્તારોમાં રેલવે રિઝર્વેશન સેન્ટર આપવા માંગ

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 25 નવેમ્બર

ભાવનગરશહેરમાં રેલવે સ્ટેશન સિવાય શહેરમાં રિઝર્વેશન સેન્ટર માત્ર એક સ્થળે હોવાને કારણે મુશ્કેલી અનુભવતા લોકોમાં એવી માંગ ઊઠવા પામી છે કે શહેરમાં વધુ વિસ્તારોમાં રેલવે રિઝર્વેશન સેન્ટરો ઊભાં કરવામાં આવે.

શહેરમાં રિઝર્વેશન સેન્ટર માત્ર કૃષ્ણનગરમાં હોવાને કારણે માત્ર અમુક વિસ્તારના લોકોને તેનો લાભ મળી રહ્યો છે અને બાકીના વિસ્તારના લોકો માટે સેવાથી રેલવે સુધી જવું કે કૃષ્ણનગર સુધી જવું તે એક સમાન હોવાને કારણે લોકો ઇચ્છી રહ્યા છે કે કૃષ્ણનગર સિવાય શહેરના ભરતનગર, રૂવા, આનંદનગર, ચિત્રા તેમ મધ્ય શહેરમાં વધુ રેલવે રિઝર્વેશન સેન્ટરો ખોલવામાં આવે. માંગ પાછળ સીધો તર્ક છે કે લોકોને આનાથી સગવડ વધુ મળે અને રેલવેને કમાણી પણ વધુ થાય.

અન્ય સમાચારો પણ છે...