તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજારમાં બેધડક વીજ ચોરી તેમ છતાં તંત્રની આંખ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજ લોડ વધી જતો હોવાથી ચેકિંગનો ભય માત્ર કાગળ પર, વીજ ચોરોને મોકળુ મેદાન

વીજલોડ વધી જતો હોવાથી ડાયરેકટ બાજુની દુકાન કે ઘરમાંથી કનેકશન લેનારા લારી, દુકાનધારકો સામે કાર્યવાહી કરવા વીજ તંત્ર ચેતવણી ઉચ્ચારે છે, પરંતુ કોઇ કાર્યવાહી થતી નથી. આવા ગેરકાયદે જોડાણો ધમધમે છે.

શહેરની મુખ્ય બજાર, પિરછલ્લા શેર, શાકમાર્કેટ, બોરતળાવ, કુમુદવાડીથી માંડીને જ્યા લોકોની સતત ભીડ હોય તેવા વિસ્તારોમાં રોડ પર લારીઓ, કેબિનો ઉભી છે, પુરવઠા માટે કાયદેસરના જોડાણો નથી, પણ નજીકમાં રહેતા દુકાનધારકોની બાંધી આવક છે. રૂપિયા 200થી માંડીને 500 સુધીની રકમ લારી દિઠ વસુલાય છે. તંત્ર બધુ જાણે છે છતા કોઇ કાર્યવાહી કરાતી નથી.

આંખ મિચામણા | ચેકિંગ થાય તો અનેક વીજ ચોરોનો ભાંડો ફુંટે

સામૂહિક ડ્રાઇવ કરીશંુ

^નિયમતોછે કે બાજુમાં કોઇને જોડાણ આપી શકાય છે, ભુતકાળમાં ચેકિંગ કરાયા હતા, હવે પછી સામૂહિક ડ્રાઇવ હાથ ધરાશે. બાજુમાં જોડાણ આપી શકાય નહીં. ચેકિંગ બાદ જોડાણો કાપવા સહિતની કાર્યવાહી કરીશંુ. > એસ.બી.વાઘમસી,ડેપ્યુટીએન્જિ. ખારગેટ સબ ડિવિઝન, પીજીવીસીએલ

છેલ્લા 5 મહિનામાં વીજ ચોરો ઝડપાયા

વિસ્તારગેરરિતીના કેસ બિલ ફટકાર્યા

સિટી-1 170 18 લાખ

સિટી-2 1430 174 લાખ

નોંધ : સિટી-1માં પાંચ સબ ડિવિઝનનો સમાવેશ થાય છે. જ્યારે સિટી-2માં પણ પાંચ સબ ડિવિઝનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...