• Gujarati News
  • રવિવારે સાહિત્યના પ્રવાહો વિષે શિશુિવહારમાં વક્તવ્ય

રવિવારે સાહિત્યના પ્રવાહો વિષે શિશુિવહારમાં વક્તવ્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ શબ્દ સ્વર સમન્વય મંચ દ્વારા ઉમાશંકર જોષી રચિત ગીતોનો કાર્યક્રમ

ભાવનગર.17 સપ્ટેમ્બર

ભાવનગરમાંશબ્દ સ્વર સમન્વય મંચ દ્વારા તા.20 સપ્ટેમ્બરને રવિવારે સાંજે 6 કલાકે શિશુવિહાર રંગમંચ ખાતે આજના સાહિત્યના પ્રવાહો વિષયે પ્રવચન તથા ભાવનગરના ટોચના કલાકારો દ્વારા ઉમાશંકર જોષી રચિત ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

અવસરે સ્વાતિબહેન ઉમાશંકર જોષી અને મનીષી જાનીની ઉપસ્થિતિમાં અને મહેન્દ્રભાઇ ગોહિલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે.

પ્રસંગે ભાવનગરના કલાકારો યોગિનીબહેન અને ધિરેનભાઇ વૈષ્ણવ, હરિહર કાપડી અને અનિરૂદ્ધ કાપડી, ખુશ્બુબહેન અને ચંદ્રકાંત શાહ, રૂષિભાઇ પંડ્યા, ફીરદોસ દેખૈયા, શશિ તેરૈયા અને ગૌરાંગ જાની, તૃપ્તિબહેન શ્રીધરાણી જેવા કલાકારો ઉમાશંકર જોષીના ગીતો ગાવાના છે. પ્રસંગે ઉમાશંકર જોષીના જીવન ગીતોનું ખાસ તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન પણ હોલમાં ખુલ્લુ મુકવામાં આવશ તેમ મંચના સંચાલક સુબોધભાઇ મહેતાએ જણાવ્યું છે.

રવિવારે ચિત્ર પ્રદર્શન પણ યોજાશે