• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • અં 19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, પૃથ્વી સુકાની

અં-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, પૃથ્વી સુકાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈસીસીઅંડર-19 વર્લ્ડ કપ-2018 માટે ભારતીય જૂનિયર ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈના બેટ્સમેન પૃથ્વી શોની સુકાની અને શુભમ ગિલની ઉપ સુકાની તરીકે વરણી કરવામાં આવી છે. ટીમમાં ભાવનગરના વિકેટકિપર બેટ્સમેન હાર્વિક દેસાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 16 દેશો વચ્ચે રમાનાર ટૂર્નામેન્ટ 13 જાન્યુઆરથી 3 ફેબ્રુઆરી દરમિયાન ન્યૂઝીલેન્ડમાં રમાશે. બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ અમિતાભ ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જૂનિયર ટીમના પસંદગીકારોએ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરી છે. વર્લ્ડ કપની તૈયારી માટે 8 થી 22 ડિસેમ્બર દરમિયાન બેંગલોરમાં પ્રેક્ટિસ કેમ્પનું આયોજન કરવામાં આવશે. પૃથ્વી શો સિવાય બંગાળના ઇશાન પોરેલને પોતાની ટીમ તરફથી રણજી ટ્રોફી રમવાની છુટ આપવામાં આવી છે. તે 12 ડિસેમ્બરથી કેમ્પમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...