શહેરમાં 9 વર્ષમાં 40 અંગદાન 150 થી વધુ લોકોને નવજીવન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર ¿ ભાવનગર | 3 ડિસેમ્બર

એવુંનથી કે જીવ હોય તો જીવી શકાય. મર્યા પછી બીજાના શરીરમાં જીવનારા અને જીવાડનારા લોકોની એક અનોખી દુનિયા છે. માનવીનું મગજ મૃત્યુ પામે અર્થાત્ તે બ્રેઇન ડેડ થઇ જાય તો વેન્ટલીટર પર રાખીને તેના શ્વાસ લંબાવી શકાય. એમ કરવાથી તેના બ્રેઇન સિવાયના બધા અંગો કાર્યરત રાખી શકાય પરંતુ બ્રેઇન ડેથનો અર્થ મેડીકલ ડેથ થાય છે. અને એક એવી સ્થિતિ છે કે એમાં માણસના મગજ સિવાયના મહત્વના અંગોને અન્ય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપિત કરી શકાય અને મૃત્યુ સમાન અવસ્થામાં જીવતીો વ્યક્તિને જીવતદાન આપી શકાય. પ્રકારના અંગ પ્રત્યારોપણ અંગે ભાવેણામાં ભારે જાગૃતિ આવી છે. હિસાબ છે - 9 વરસમાં 40 �ઓર્ગન ડોનેશન.

મેડીકલ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરના ન્યુરો સર્જન ડો. રાજેન્દ્ર કાબરિયાએ 2008થી રાજ્ય સરકારના કો-ઓર્ડીનેટર તરીકે અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેની પ્રવૃત્તિની ભાવનગરમાં શરૂઆત કર્યા બાદ આજ સુધીમાં 40 વ્યક્તિ�ઓના બ્રેઇન ડેથ બાદ અંગદાન લેવાયાં છે. ડો. કાબરિયાએ કહ્યું કે 40 વ્યક્તિ�ઓના અંગદાનથી 80 કીડની, 38 લીવર, 14 પેન્ક્રીઆસ (સ્વાદુપીંડ) અને 2 હાર્ટ હાર્વેસ્ટ થયાં હતાં અને તેનાથી 150થી વધુ વ્યક્તિ�ઓને નવજીવન આપી શકાયું છે. ભાવનગરમાં અંગદાન મામલે લોકોમાં આવેલી જાગૃતિના કારણે છેલ્લા બે વરસમાં બે કિર્તિમાન પ્રસ્થાપિત થઇ શક્યા છે. એક કીર્તિમાન રહ્યો કે 8 વર્ષની અંગદાનયાત્રા બાદ ગત વર્ષે ભાવનગર જીલ્લાના મહુવાના રાજુ ઢાપાના અંગદાન થકી ભાવનગરે પહેલું હાર્ટ ડોનેશન આપ્યું. દાન થકી મહારાષ્ટ્રના સતારાના ખેડૂતને નવજીવન મળ્યું. અત્યાર સુધી ગુજરાતના હાર્ટ હાર્વેસ્ટ કરીને અન્ય રાજ્યમાં જતાં હતાં. પરંતુ તે પછીના થોડા દિવસોમાં એક એવો કિર્તિમાન પ્રસ્થાપિત થયો કે જેમાં ભાવનગરના ચોરવડલા ગામના આસિફનું હ્રદય અમદાવાદ લઇ જવાયું અને તેનાથી જામનગરના અર્જુન આંબલિયાને નવજીવન મળ્યું હતું એક એવી ઘટના રહી કે જે ગુજરાત રાજ્યના પ્રથમ હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ તરીકે સુવર્ણ અક્ષરે નોંધાઇ. મહત્વની વાત પણ રહી કે �ઓર્ગન ડોનેશન ભાવનગરના એક મુસ્લીમ પરિવારે કરેલું પ્રથમ દાન ગણાયું. રાજ્ય સ્તરે પણ કોઇ મુસ્લીમ પરિવાર દ્વારા અપાયેલું ત્રીજું દાન રહ્યું હતું. ત્યાર બાદ પણ ભાવનગરમાં અંગદાનની સરવાણી ચાલુ રહી છે.

ભાવનગરના લોકો

ભાવપૂર્વક કરે છે અંગદાન

^ગુજરાતરાજ્યના અન્ય સેન્ટરોની સરખામણીમાં ભાવનગર અત્યંત નાનું સેન્ટર હોવા છતાં અંગદાન અંગેની આટલી મોટી જાગૃતિ જોવા મળી રહી છે. અહીં લોકો ભાવપૂર્વક અંગદાન કરે છે. અંગદાનનું મહત્વ સમજાવતાં લોક નિર્સ્વાર્થભાવે દાન કરે છે. >ડો.રાજેન્દ્રકાબરિયા, �ઓર્ગન ડોનેશન એક્ટિવિસ્ટ, ભાવનગર

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના બે મહત્વના રેકોર્ડ ભાવનગરના નામે

ડિવાઈન સર્વાઈવલ| મૃત્યુ પછી પણ જીવવા-જીવાડવાની એક દુનિયા

અન્ય સમાચારો પણ છે...