તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • કોર્પો.માં ભળેલા ગામો હજુ સુષુપ્ત આપત્તિમાં એલર્ટ રહેવાનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્પો.માં ભળેલા ગામો હજુ સુષુપ્ત આપત્તિમાં એલર્ટ રહેવાનો આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |19 જુલાઇ

ભાવનગરમ્યુ. કોર્પોરેશનમાં હદમાં થયેલા વધારામાં નવા ભળેલા વિસ્તારો હજૂ સુષુપ્ત અવસ્થામાં છે ત્યારે આપત્તિના સમયમાં જ્યા જરૂર પડે ત્યા તુરંત માળખાકિય સવલતો પુરી પાડવા આદેશ કરાયો છે. તેમજ કોર્પોરેશન દ્વારા દરેક ગામ ઉપર એક નોડર અધિકારીની નિમણંુક કરવામાં આવી છે. જેથી જે તે ગામોમાં કોર્પોરેશન વતી કામ કરી રહેલા કારકૂનોએ તેના નોડલને નિયમિત રીતે લોકોને પડતી સવલતોમાં મુશ્કેલીઓ, ફરિયાદો અંગેની જાણ કરવાની રહેશે.

શહેરની આસપાસ રૂવા, અકવાડા, તરસમિયા, નારી, સિદસર ગામોમાં જરૂરિયાતો મુજબ પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ તેમજ સફાઇ સહિતની માળખાકિય સવલતો માટે કોર્પોરેશનના સંબધિત ખાતાઓએ એલર્ટ રહેવા નાયબ કમિશનર હર્ષવર્ધન મોદીએ તાકિદનો આદેશ કર્યો છે.

જેમાં જણાવાયંુ છે કે, ભળેલા ગામોમાં કોઇ મુસીબત હોય કે માળખાકિય સવલતોમાં અગવડતા ઉભી થાય તો તુરંત જે તે ગામમાં કામગીરી કરતા કારકૂનોએ નોડલ ઓફિસરને જાણ કરવી જે ઓફિસર સંબધિત ખાતાના અધિકારીઓને જાણ કરીને કાર્યવાહી કરાવશે.

ઓર્ડરના લીધે ભળેલા ગામોમાં કામો કરતા કોર્પોરેશનના નીચેના સ્ટાફે ફરજિયાત એલર્ટ રહેવંુ પડશે, તેમજ તેની કામગીરીનંુ નોડર ઓફિસરને રિપોટિંગ કરવંુ પડશે.

નાયબ કમિશનર મોદી દ્વારા હાલમાં પાંચ અમઇને નોડલ ઓફિસરો નિમવામાં આવ્યા છે. જેઓને એક એક ગામની જવાબદારો સોંપવામાં આવી છે. નોડલ અધિકારીઓ તેને સોંપેલા ગામોનો રિપોર્ટ મેળવીને જે તે ખાતાના અધિકારીઓના સંકલનથી પ્રશ્નના નિવેડા અંગે નિર્ણય લેશે.

નિર્ણય | મ્યુ. કોર્પોરેશનમાં પાંચ નોડરની નિમણંુક

પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા અંગે સવલતોમાં કાળજી લેવા તાકિદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો