તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રક - ટેન્કર અથડાતા બન્ને ડ્રાઇવર સહિત ત્રણના મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | ભાવનગર |19 જુલાઇ

ભાવનગરપાસેનાં અધેલાઇ ગામ પાસે સર્જાયેલા ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બન્ને વાહનના ચાલક અને કલીનર સહીત ત્રણ વ્યક્તિઅોના ઘટનાં સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજયા હતા.

વેળાવદર (ભાલ) પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલા અધેલાઇ ગામ નજીકથી પસાર થતાં ટ્રક નંબર જી.જે.11.ઝેડ-8003 તથા સામેથી આવતા ટેન્કર નંબર જી.જે.18.એકસ-5071 બન્ને સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રકનાં ચાલક સલીમભાઇ હાસમભાઇ મોગર (ઉ.વ.35. રહે.ઉના)નું તથા ટેન્કર ચાલક માજુબભાઇ શરીફભાઇ શેખ (ઉ.વ.24. રહે.પ્રતાપગઢ.યુ.પી) તથા કલીનર સુહેબ મામદ ફજલ (ઉ.વ.24.રહે.પ્રતાપગઢ યુ.પી.)નાં ઘટનાં સ્થળે કમકમાટીભર્યા મોત નીપજયા હતા.

અકસ્માત અેટલો ભયંકર હતો કે મૃતકોની લાશને કેબીનમાંથી બહાર કાઢવા માટે પતરા કાપવા પડયા હતા. વેળાવદર (ભાલ)પોલીસે અંગે ગુનો નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો