તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ-ભાવનગર હાઇ-વે જામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રસ્તા ઉપર વીજપોલ આડા રખાતા બંને તરફ વાહનોની લાંબી લાઇનો લાગી

રાજકોટ | 19 જુલાઇ

રાજકોટમાંદલિત યુવાનો પર થયેલા અત્યાચારની ઘટનાના વિરોધમાં સોમવારે દલિત સમાજના ટોળાં રસ્તા પર ઉતરી ગયા હતા અને અનેક સ્થળે તોડફોડ કરી હતી. મંગળવારે રાત્રે રાજકોટના છેવાડે આવેલા ત્રંબા ગામ નજીક દલિત સમાજનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું અને ટાયરો સળગાવી રસ્તા પર વીજપોલ આડા રાખીને ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. જ્યારે બનાવની જાણ થતાં પોલીસકાફલો દોડી ગયો હતો. રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન એકંદરે શાંતિનો માહોલ રહ્યો હતો. પરંતુ સાંજ પડતા છેવાડાના વિસ્તારમાં દલિત સમાજના યુવાનો ટોળાંરૂપે રસ્તા પર ફરી ઉતરી આવ્યા હતા. જેના પગલે શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્રંબા નજીક ટોળાંએ ચક્કાજામ કરી દેતાં રાજકોટ-ભાવનગર વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાયો હતો અને બંને તરફ વાહનોની લાંબી લાઇનો લાગી હતી.

જેતપુરમાં દલિત સમાજ રસ્તા ઉપર, દુકાનો બંધ કરાવી તોડફોડ કરી

જેતપુરમાં દલિત સમાજ રોષભેર મંગળવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બજારો બંધ કરાવવા વેપારીઓને મજબૂર કરી દીધા હતા. જ્યારે અમુક દુકાનોમાં ટોળાંઅે તોડફોડ પણ કરી હતી. તકે હાજર પોલીસે મૂકપ્રેક્ષકની ભૂિમકા ભજવી હતી જેને કારણે વેપારીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. }તસવીર: હિતેષ સાવલિયા

દલિતો પર અત્યાચારની ઘટનાના વિરોધમાં મંગળવારે રાત્રે ફરી ટોળાં રસ્તા ઉપર ઉતર્યા

ગોંડલ અને જેતપુરમાં આજે બંધનું એલાન

દલિતયુવાનોના અત્યાચાર મુદ્દે ઠેર-ઠેર આંદોલન છેડનારા દલિત સમાજના સ્થાનિક આગેવાનોએ બુધવારે ગોંડલ અને જેતપુર શહેર બંધનું એલાન આપ્યું છે. જેના પગલે પોલીસ હરકતમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો