તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રે જાગરણ બાદ વ્રતધારી બાળાઓના મોળાકત પૂર્ણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેઅષાઢ સુદ પૂનમના પર્વે મોળાકતની વ્રતધારી કુમારિકાઓએ આજની રાત્રે જાગરણ કરી વ્રતની ઉજવણી પૂર્ણ કરી હતી. આજે ગૌરીવ્રત જે મોળાકતના નામે ગોહિ‌લવાડમાં પ્રસિદ્ધ છે તેના છેલ્લા દિવસે કુંવારીકાઓએ જાગરણ કર્યુ હતુ. શહેરમાં અનેક કુંવારીકાઓએ સોસાયટી, ફ્લેટ, મહોલ્લા કે સર્કલમાં સમુહમાં રમતો રમી, ગીતો ગાઇને જાગરણ કર્યુ હતુ તો કેટલીક કુંવારીકાઓએ પરિવાર સાથે ઘરે કેબલ ટીવીમાં હિ‌ન્દી અને ગુજરાતી ફિલ્મ જોઇને જાગરણ કર્યુ હતુ.

હવે જયાપાર્વતીનું વ્રત કર્યુ હોય તે વ્રતધારી યુવતીઓનું જાગરણ આવશે. ગત રવિવારથી શરુ થયેલા જયાપાર્વતિ વ્રતનુ અષાઢ વદ-2, તા. 21 જુલાઇએ ગુરૂવારે જાગરણ કરવુ અને પારણાં કરતા સમયે બ્રાહ્મણ દંપતિને જમાડીને સ્ત્રી શણગારની ભેટ આપવી જોઇએ. જયાપાર્વતી વ્રત કરવાથી સંતતિની પ્રાપ્તિ થાય છે અને અખંડ સૌભાગ્ય રહે છે. હવે ગુરૂવારે જયા પાર્વતીના વ્રતધારી યુવતીઓ અને લગ્ન કર્યા હોય તેવા બહેનોનું મોટું જાગરણ આવશે.

ગુરૂવારે જયાપાર્વતીના વ્રતનું જાગરણ

સોસાયટી, ફ્લેટ, મહોલ્લા કે સર્કલમાં રમતો રમી, ગીતો ગાઇને જાગરણ કર્યુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો