તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગ્રેજીના રિઝલ્ટનું પુન: મૂલ્યાંકન કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં અંગ્રેજી ભવનની વાર્ષિક પદ્ધતિમાં ટી.વાય.બી.એ.માં કમ્પલસરી અંગ્રેજી વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તમામ વિદ્યાર્થીઅોનું પુન: મૂલ્યાંકન કરવા યુનિ.ના કુલપતિ સમક્ષ સેનેટ સભ્ય કિશોર કંટારિયાએ રજૂઆત કરી છે. ઉપરાંત વાર્ષિક પદ્ધતિમાં સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ષમાં સાયન્સ, આર્ટસ અને કોમર્સ ફેઇલ કે એટીકેટી આવેલા વિદ્યાર્થીઓને તૃતિય વર્ષમાં પ્રવેશ આપવા દેવા રજૂઆત કરી છે. તો નેટના પ્રશ્નપત્રમાં અનામતને લઇને વિરોધી સ્થિતિ ઉત્પન્ન કરે તેવો પ્રશ્ન પૂછાયો હોય રાજ્યપાલને રજૂઆત કરી યુજીસીને પ્રશ્ન રદ કરવા સૂચના આપવા રજૂઆત કરી છે. તો અન્ય એક રજૂઆતમાં એમ.કે.બી.યુનિ.માં સ્નાતક કક્ષાએ વાર્ષિક પદ્ધતિમાં પાસીંગ સ્ટાન્ડર્ડમાં જે નિયમો છે તેમાં ફેરફાર કરવા કુલપતિને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો