તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જશોનાથ અને ચિત્રા વર્કશોપે ચક્કાજામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરથી કેટલાક ST રૂટ બંધ

ક્રાઈમ રિપોર્ટર|ભાવનગર | 19 જુલાઈ

ઉનાતાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દલિતો ઉપર આચરાયેલા અત્યાચારનાં િવરોધમાં મંગળવારે ભાવનગર જિલ્લામાં પણ દલિત સમાજે ઠેર-ઠેર બંધ, રેલી, હાઈ-વે પર ચક્કાજામ અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.

ઉમરાળા તાલુકાનાં દલિત સમાજે ઉના તાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દલિતો ઉપર આચરાયેલા અત્યાચારનાં વિરોધમાં મંગળવારે રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. જ્યારે વલભીપર દલિત સમાજે પણ રેલી કાઢીને ભાવનગર-અમદાવાદ હાઈવે ઉપર જઈને ચક્કાજામ કર્યા હતા. ત્યારબાદ આવેદન પત્ર અપાયું હતું.

તદ્દઉપરાંત બરવાળા, બોટાદ અને રાણપુરની એસ.ટી. બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. બુધવારે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ સહિતનાં દલિત આગેવાનો મેદાનમાં આવશે અને ભાવનગર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે.

ભાવનગર શહેરનાં જશોનાથ સર્કલ પાસે મંગળવારે મોડી સાંજે દલિત સમાજનું ટોળું એકઠું થયું હતું. જ્યાં સૂત્રોચ્ચાર કરી, રિક્ષા, સિટી બસ અને પોલીસનાં વાહનને નુકસાન પહોંચાડવામાં આવેલ. ત્યારબાદ ટોળુ સૂત્રોચ્ચાર કરતાં મોતીબાગ થઈ ઘોઘાગેઈટ ચોકમાં પહોંચ્યું હતું અને ત્યાં ચોકની વચ્ચોવચ્ચ બેસી ગયું હતું. જોકે પોલીસ સમયસર પહોંચી જતા ટોળું વિખેરાઈ ગયું હતું.

જ્યારે ગારીયાધાર શહેરમાં દલિત સમાજનાં લોકો એકઠા થયા હતા. મંગળવારે ગારીયાધાર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. મેઈન બજાર, આશ્રમ રોડ, નવાગામ રોડ પર રેલી કાઢી, સૂત્રોચ્ચાર કરી દલિત સમાજે ઉનાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

દલિતો પર અત્યાચારના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેમજ અનુસૂચિત જાતિ દ્વારા તા.20 જુલાઇને બુધવારે રેલીનું આયોજન કરાયું છે તેમાં ભાવનગર શહેર માયનોરીટી ડીપાર્ટમેન્ટના તમામ સભ્યો જોડાશે અને વિરોધ પ્રદર્શિત કરશે. સયાજીરાવ ગાયકવાડ મિશન મંગલમ અર્બન યોજનાના સભ્યોએ વખોડી તત્કાલ કડક પગલાની માંગ કરાઇ છે.

ચિત્રા ST વર્કશોપ પાસે

ટોળાં ભેગાં થયાં

ચિત્રાST વર્કશોપ પાસે કેટલાંક આંદોલન-ઇચ્છુક લોકોના ટોળાંઓએ આવતી-જતી બસોને રોકવાની કોશિશ કરી હતી.થોડી વાર બસો સહિતનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. જો કે પોલીસ આગમનની ખબરના પગલે ટોળાં વિખેરાઇ ગયાં હતાં. ડીસી ડિંડોડે કહ્યું કે અંગે તુરંત કોઇ ઓફીશ્ય માહિતી મળી નહોતી.

જિલ્લાનાતમામ આઠ ડેપોમાં પોલીસ પ્રોટેક્શન

^આંદોલનકારી�ઓસરકારી બસોને ઇઝી ટાર્ગેટ બનાવતા હોવાના અનુભવને લઇને એસટી ખાતું પહેલેથી એલર્ટ છે. માટે તોફાન સંભવિત વિસ્તારોમાંથી પસાર થતા કેટલાક રૂટ બંધ કરી દેવાયા છે. પોલીસને જાણ કરીને ભાવનગર ડીવીઝનના તમામ 8 ડેપોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.વખતોવખત ગમે ત્યારે સ્થિતિ અનુસાર બસો કે રૂટ ચાલુ કે બંધ કરવાના નિર્ણયો લેવાશે.> બી.આર.ડીંડોડ, ડીસી,ભાવ. ST

એસટી બસોનો રૂટ ચેન્જ

ભાવનગરમાંએસટી નજીકના મુખ્ય માર્ગો ઉપરથી દલિતોની રેલી નીકળવાની અને સુરક્ષા અંગેના પ્રશ્નો થવાની સંભાવનાને લઇને ભાવનગર એસટી ડેપોથી ઉપડતી એસટી બસોનો રૂટ આવતીકાલ બુધવાર માટે ચેન્જ કરવામાં આવ્યો છે. ભાવનગર ડીસી બી.આર.ડીંડોડે કહ્યું કે ભાવનગર ડેપોથી ઉપડતી બસ કાળ્યાબીડ પાણીની ટાંકી થઇને જ્વેલ્સ સર્કલ, આરટીઓ પાસેથી આગળ વધશે. વ્યવસ્થા સાથે કેન્સલ થયેલા રૂટો સિવાયની એસટી સેવા ચાલુ રહેશે. તેમ છતાં છેલ્લી ઘડીએ જે સ્થિતિ હશે તે નિર્ણય લેવાશે.

દલિતો પરના અત્યાચારને ભાજપે વખાેડ્યો

ગીરસોમનાથ જિલ્લાના મોટા સમઢીયાળા ગામે દલિતો પરના અત્યાચારને ભાવનગર શહેર ભાજપે વખોડી ઘટનામાં જે તત્કાલ નિર્ણય લઇ સશકારે કામગીરી કરી છે તે અને સમગ્ર તપાસને સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે તેમ જણાવ્યું છે. તો સાત ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ સરકાર ઉપાડશે. ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદે પણ હિન્દુ સમાજના સભ્યો પર ગૌહત્યાના નામે અત્યાચાર કરાયો છે તેને વખોડી કાઢવામાં આવ્યો છે. તો મૃત પશુ�ઓના નિકાલની એક વ્યવસ્થા છે જે વર્ષોથી કેટલાક હિન્દુ સમાજના સભ્યો કરતા આવ્યા છે.

આજે ભાવનગરમાં રેલી યોજી આવેદન પાઠવાશે : બરવાળા, બોટાદ, રાણપુરની ST બસ સેવા બંધ કરાઈ

આક્રોશ | દલિતો પર અત્યાચારના મામલે ગારિયાધાર બંધ, ઉમરાળામાં રેલી, વલભીપુરમાં લોકરોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો