Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાર વર્ષથી નેક એક્રિડિટેશન વિનાની MKB યુિનવર્સિટી
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુિનવર્સિટીનો ‘બી’ગ્રેડ ભલે લખવામાં આવતો હોય પરંતુ સાચી વાસ્તવિકતા છે કે માર્ચ, 2012માં નેકના એક્રિડિટેશનની તે ગ્રેડની અવધિ પૂર્ણ થઈ ગયેલી છે. 4 વર્ષના સમયગાળામાં યુિનવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારની પ્રક્રિયા આગળ ધપાવવામાં નહિ આવતા હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છેકે જો તાત્કાલિક નેકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો યુજીસી દ્વારા મળતી ગ્રાન્ટની રકમ અટકી જશે.
છેલ્લે 2007ના ફેબ્રુઆરી-માર્ચમાં નેકની ટીમ દ્વારા યુિનવર્સિટીને બી ગ્રેડ આપવામાં આવ્યો હતો. જે અવધિ 5 વર્ષ માટેની હોય છે. ત્યારબાદ ફરી નેકની તપાસ અને ગ્રેડ મેળવવા માટે બીજીવાર પ્રક્રિયા કરવાની હોય છે. જેના આધારે યુિનવર્સિટી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે. ભાવનગર યુિનવર્સિટીના 4 વર્ષના ગાળામાં એપ્લાયથી માંડી નેકની ટીમ આવવા સુધીની કોઈ કાર્યવાહી કરવામાં આવતા હવે સ્થિતિ ઊભી થઈ છે.
તાત્કાલિક પ્રક્રિયા જો પૂર્ણ નહિ થાય તો યુજીસીના લાખો રૂપિયાની ગ્રાન્ટ અટકશે
માર્ચ,12માં બી ગ્રેડની અવધિ પૂર્ણ થઇ છે