તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • જાહેર શૌચક્રિયા મુક્ત શહેરમાં મ્યુ. શાસકો ઉંઘતા ઝડપાયા !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેર શૌચક્રિયા મુક્ત શહેરમાં મ્યુ. શાસકો ઉંઘતા ઝડપાયા !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર | 19 જુલાઇ

ભાવનગરમ્યુ. કોર્પોરેશન દ્વારા જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરીને શહેરને જાહેરમાં શૌચક્રિયા મુક્ત જાહેર કર્યા બાદ બે સપ્તાહ બાદ મુખ્યમંત્રીએ સુરતની મુલાકાત દરમિયાન દેશનંુુ પ્રથમ ઓડીએફ એટલે કે જાહેરમાં શૌચક્રિયા મુક્ત શહેર જાહેર કરીને શાસકોના સંકલનનો અભાવ સાબિત કર્યો હતો.

મહાનગરોને ODF (ઓપન ડેફીશીયેસન ફ્રી) જાહેર કરવા રાજ્ય સરકારે દબાણ કર્યંુ હતંુ, જેથી એક પછી એક મહાનગરોએ શૌચાલયો બનાવીને ઝડપથી કોર્પોરેશન ઓડીએફ જાહેર થઇ જાય તેની હરીફાઇ કરી હતી.

જેમાં ભાવનગર મ્યુ. કોર્પોરેશનના શાસકોએ ગત તા. 28મી જૂનના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરીને શહેરને ઓપન ડેફીશીયેસન ફ્રી જાહેર કરી દીધંુ હતંુ.

દરમિયાનમાં તાજેતરમાં એટલે કે, તા. 15મી જુલાઇના રોજ મુખ્યમંત્રી સુરત ગયા હતા, જ્યા તેઓએ 418 કરોડના લોકાપર્ણો કરતી વેળાએ દેશનંુ પ્રથમ ઓપન ડેફીશીયેસન ફ્રી સિટી તરીકે સુરતને જાહેર કરીને કાચંુ કાપ્યંુ હોવાનંુ ચર્ચાએ કોર્પોરેશનમાં જોર પકડ્યંુ છે.

ભાવનગર મ્યુ. કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તેમ છતાં પદાધિકારીઓના સંકલનના અભાવે બે સપ્તાહ બાદ પણ સુરતને દેશનંુ પ્રથમ ઓડીએફ સિટી જાહેર કરીને તંત્રની મહેનત ઉપર પાણી ફેરવી દીધંુ હોવાનો ગણગણાટ સંભળાઇ રહ્યો છે.

ભાવનગર મ્યુ. કોર્પોરેશનમાં બોર્ડમાં ઠરાવ પાસ થયો, છતાં મુખ્યમંત્રીએ સુરતને દેશનંુ પ્રથમ ODF જાહેર કરીને કાચંુ કાપ્યંુ

ભાંગરો|રાજ્ય અને સ્થાનિક શાસકોના સંકલનનો અભાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો