• Gujarati News
  • સોની યુવક મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો

સોની યુવક મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોની યુવક મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો

શ્રીમાળી સોની યુવક મંડળના ઉપક્રમે ભાવનગર શહેર અને જિલ્લાના ધો. 10 અને ધો. 12 ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. સોનીની હવેલીના મુખ્યાજી પૂ. રમુદાદા તથા વિવિધ ક્ષેત્રના આગેવાનોના હસ્તે દિપપ્રાગટય કરાયુ હતુ.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તેજસ્વી તારલાઅોને સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.