• Gujarati News
  • મહિલા ઉ.શિક્ષણ ક્ષેત્રે નંદકુંવરબા કોલેજને ISO 9001 પ્રમાણપત્ર

મહિલા ઉ.શિક્ષણ ક્ષેત્રે નંદકુંવરબા કોલેજને ISO-9001 પ્રમાણપત્ર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નંદકુંવરબામહિલા કોલેજમાં આર્ટસ, કોમર્સ, બીબીએ, બીસીએ, એમ.કોમ., એમએસડબલ્યુ, ડીએનવાયએસ જેવી અનેકવિધ વિદ્યાશાખાઓમાં 2500થી વધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. કોલેજને તાજેતરમાં આઇસીએમ સર્ટિફિકેશન-સર્ટિફિકેટ ઓફ રજીસ્ટ્રેશન-ન્યૂ દિલ્હી તરફથી આઈએસઓ-9001ની માન્યતા મળી છે. જે માત્ર કોલેજ નહીં પણ સમગ્ર શહેરના શિક્ષણ આલમ માટે ગૌરવરૂપ બાબત છે.

અંગે કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે તાજેતરમાં કોલેજને સમગ્ર સૌરાષ્ટ્રમાં એક માત્ર મહિલા સાયન્સ કોલેજની માન્યતા યુનિ. દ્વારા મળી ગઇ છે.

જેમાં વર્ષે ધો.12 સાયન્સમાં એ, બી અને એબી ગ્રુપમાં પાસ થનારી બહેનો પ્રવેશ મેળવી શકશે. તો ફેશન ડિઝાઇનીંગનો કોર્સ પણ મંજૂર થયો છે.